Banaskantha : શક્તિપીઠ અંબાજી મંદિર બહાર ભક્તો સાથે છેતરપીંડી થતી હોવાની ફરિયાદના આધારે અમદાવાદના એક માઇભક્તે પ્રસાદી વેચનાર દુકાનદાર વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા વિભાગ તેમજ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી અમદાવાદના વ્યક્તિને સુંધામાતા નામની દુકાનના દુકાનદારે “પાર્કિંગનો રસ્તો બતાવું એમ કહી કાર ઉભી રાખવી હતી અને કહ્યું કે જલ્દી જાઓ નહીંતર દર્શન નહીં થાય. અમારી દુકાનમાંથી પૂજાપો લઈ લો.” આવું કહ્યું.
દુકાનદારના કહેવાથી ફરિયાદીએ પૂજાપાની એક ટોપલી રૂ.250 ના દરે એમ બે ટોપલી લીધી હતી. જયારે ફરિયાદી દર્શન કરીને પરત આવતા દુકાનદારને 500 રૂપિયા આયોટા દુકાનદારે દાદાગીરી કરી હતી અને 680 લેખે બે ટોપલીના રૂપિયા 1360 રૂપિયા પડાવી દુકાનદારને બિલ પણ આપ્યું હતું.
દુકાનદારની આ દાદાગીરી સામે છેતરાયાનો અનુભવ થતા આ માઇભકતે પહેલા રક્ઝક કરી હતી અને હિસાબ માંગ્યો હતો. જો કે દુકાનદારે બરાબર જ ભાવ લીધા છે અમે કહેતા આ માઇભક્તે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રમાં તેમજ અંબાજી પોલીસ સ્ટેશનમાં દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. માઇભક્તની ફરિયાદના આધારે ગ્રાહક સલાહ સુરક્ષા કેન્દ્ર તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરે આવનારા ભક્તો દુકાનદારોની રંજાડથી પરેશાન છે. યાત્રાળુઓ સાથે વર્ષોથી થતી આવતી પ્રી-પ્લાન છેતરપીંડી રોકવા બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ અને પૂર્વ વહીવટદાર સુધેન્દ્ર્સિંહ ચાવડાએ મંદિર પરિસરમાં ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર ચાલુ કરવાના લીધેલ નિર્ણયને લોકોએ આવકાર્યો હતો.
દેશનું સૌથી મોટું ડિગ્રી કૌભાંડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મસમોટું ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ડિગ્રી કૌભાંડમાં આરોપીઓએ એટલી મોટી સંખ્યામાં નકલી ડિગ્રીઓ વેંચી છે કે આને દેશનું સૌથી મોટું ડિગ્રી કૌભાંડ કહી શકાય એમ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશના સૌથી મોટા ડિગ્રી કૌભાંડમાં આરોપીઓને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે. આ હેકરે દેશની 60 જેટલી યુનિવર્સિટીની વેબસાઈટ હેક કરી 5000 નકલી ડિગ્રીઓ વેંચી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીમાં ડિગ્રી વેંચતા હતા.