Vadodara : વડોદરા નફીસા આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે નફીસાના પ્રેમી રમીઝ શેખની ધરપકડ કરી છે. વડોદરા નફીસા આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ નોંધ્યો હતો. રમીઝ ઘટના બાદથી ફરાર હતો. જો રમીઝ શેખ પોલીસને હાથ ના લાગતા માતા-પિતાની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ આજે 26 જૂને રમીઝ તેના વકીલ સાથે જે.પી.રોડ પોલીસ સ્ટેશન હાજર થયો હતો, જે બાદ પોલીસે રમીઝની ધરપકડ કરી હતી.
રમીઝે નફીસાને તરછોડવાનું ચોંકાવનારું કારણ આપ્યું
પોલીસે રમીઝની ધરપકડ કર્યા બાદ પ્રાથમિક પૂછપરછ કર્યાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ પૂછપરછમાં રમઝે નફીસાને તરછોડવાનું ચોંકાવનારું કારણ આપ્યું હતું. રમીઝે કહ્યું કે નફીસાના અન્ય યુવક સાથે સબંધ હતો. નફીઝાના અન્ય યુવક સાથેના સંબંધ અંગે પ્રેમી રમીઝને ખબર પડતા નફીસાને તરછોડી હતી. રમીઝ શેખે એમબીએ સુધી નો અભ્યાસ કર્યો છે અને હાલ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો છે.
નફીસા અંગે રમીઝનું નિવેદન કેટલું સાચું?
નફીઝાના અન્ય યુવક સાથેના સંબંધ અંગે રમીઝે આપેલા નિવેદન સામે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. એક નજરે આ નિવેદન પોતાના બચાવમાં આપેલું અને પોતાને નિર્દોષ સાબિત કરવા આપેલું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે નફીસા અને રમીઝના સંબંધો અંગે શબનમે આપેલું નિવેદન રમીઝના નિવેદનથી વિપરીત લાગી રહ્યું છે.
5 વર્ષમાં લિવઈનમાં પતિ-પત્નીની જેમ રહેતા હતા નફીઝા-રમીઝ : શબનમ
નફીસા ખોખરના આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે એક યુવતીએ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. આ યુવતી નફીસા અને રમીઝની ખુબ નજીક છે, કારણ કે શબનમ નામની આ યુવતી નફીસા અને રમીઝ જે ઘરમાં ભાડે રહેતા હતા તેમાં જ ભાડે રહેતી હતી. શબનમ તેના પતિ સાથે તો નફીસા તેના પ્રેમી શેખ રમીઝ અહેમદ સાથે એક જ ઘરમાં ભાડેથી રહેતા હતા.
નફીસાની આત્મહત્યા અંગે તેના પ્રેમી વિશે શબનમે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે નફીસા અને રમીઝ બંને 5 વર્ષથી લિવઈન રિલેશનમાં રહેતા હતા. બંને પતિ- પત્નીની જેમ રહેતા હતા. શબનમે એ પણ સ્પષ્ટ કહ્યું કે નફીસાની આત્મહત્યા પાછળ રમીઝ જવાબદાર છે.