Ahmedabad : તિસ્તા સેતલવાડ કેસ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ સામે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે  SITની રચના કરી કરી છે. ગુજરાત પોલીસવડાએ SITની રચના કરી છે. આ SITમાં 3 IPS અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


SITમાં કોનો કોનો સમાવેશ?
આ SITમાં 3 IPS અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. SOGના ACPનો બી.સી.સોલંકી સમગ્ર કેસની તપાસ કરશે. સાથે જ DCP ચૈતન્ય માંડલિક અને ATSના DIG દિપન ભદ્રન અને ATSના SP સુનિલ જોશીનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


તિસ્તાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં 
તિસ્તા સેતલવાડને આજે સવારે અમદાવાદ લાવવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ પોલીસે તિસ્તા સેતલવાડના 14 દિવસબા રિમાન્ડ માંગ્યા હતા. જો કે તિસ્તાએ તપાસમાં સહકાર આપવાનું કહી જામીનની માંગણી કરી હતી. 


તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારની ધરપકડ
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે IPC કલમો 468, 471, 194,211,218, અને 120B હેઠળ કેસ નોંધ્યા છે. તીસ્તા સેતલવાડની  મુંબઈથી અને  આર.બી.શ્રીકુમારની ગાંધીનગરથી ધરપકડ કરી હતી. 


શું છે આરોપો? 
આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને સમન્સ પાઠવવામાં આવ્યા છે


નકલી દસ્તાવેજો રજૂ કરી ગુજરાતને બદનામ કર્યું 
સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ ગુજરાત પોલીસે નવેસરથી FIR દાખલ કરી છે.આરોપ છે કે તિસ્તા સેતવલવાડે ગુજરાતને બદનામ કર્યું હતું. તેના માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.હવે તિસ્તાએ જણાવવું પડશે કે કોના કહેવા પર, ક્યાંથી અને કોની સાથે આ નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો.