વલસાડઃ યુવતી પર ચાર યુવકોએ ગુજાર્યો ગેંગરેપ, યુવતીને કેવી રીતે ફસાવી જાળમાં?
વલસાડઃ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતી પર ચાર યુવકોએ ગેંગરેપ કરતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ ચાર મિત્રો સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ચારેય મિત્રોએ યુવતીને અવાવરું જગ્યાએ લઈ જઈને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી પર બળાત્કાર ગુજાર્યા પછી ચારેય ફરાર થઈ ગયા હતા. યુવતીએ વલસાડ સિટી પોલીસમાં ચારેય મિત્રો સામે કોલેજ પાછળ આવેલ ઝાડી-ઝાંખરામાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે. યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારાયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, વલસાડમાં રહેતી અને કેટરિંગનો વ્યવસાય કરતી પ્રિયા(નામ બદલ્યું છે)ને તેના ચાર પરિચિત મિત્રોએ કામ અપવવાના બહાને મોડી રાતે વલસાડ કોલેજ પાસે મળવા બોલાવી હતી. પ્રિયા તેમને મળવા જતાં આ ચારેયે પોત પ્રકાશ્યું હતું અને તેને પરાણે કોલેજ પાછળની અવાવરું જગ્યાએ લગઈ ગયા હતા.