પ્રિયંકા અને દીપિકા બાદ હવે આ એક્ટ્રેસ પણ હોલિવૂડમાં કરવા માગે છે એન્ટ્રી...
જોકે હવે તે પણ પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણની જેમ હોલિવૂડ ફિલ્મમાં કામ કરવા માગે છે. જણાવીએ કે, દીપિકાએ ફિલ્મ ટ્રિપલ એક્સ રિટર્ન ઓફ જેન્ડર કેજથી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે પ્રિયંકાએ હોલિવૂડ શો ક્વાન્ટિકોથી હોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
નોંધનીય ચે કે, કાજોલ છેલ્લે ધનુષની સાથે ફિલ્મ વીઆઈપી-2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલે નેગેટિવ ભૂમિકા ભજવી હતી અને તેણે ધનુષના કહેવા પર જ ફિલ્મ સાઈન કરી હતી અને હવે તે હોલિવૂડ એનિમેશન મૂવી ઇનક્રેડિબલ્સ-2માં અવાજ આપતી જોવા મળશે.
બે સંતાનની માતા કાજોલે કહ્યું, હું હોલિવૂડ ફિલ્મ કરતાં પહેલા એ જ સવાલ કરીશ જે હિન્દી ફઇલ્મો કરતાં પહેલા કરું છું. કાજોલે કહ્યું કે, તેના બાળકો ઇનક્રેડિબલ્સ-2ના ડબિંગને લઈને ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, તેઓ પહેલાથી જ ખૂબ જ ઉત્સાહિત છે, ખાસ કરીને જ્યારે મેં તેને કહ્યું કે, આપણે ફિલ્મ જોનાર પ્રથમ વ્યક્તિ છીએ. આ તેમના માટે મોટી વાત છે.
નવી દિલ્હીઃ ડિઝ્ની પિક્ચરના ઇનક્રેડિબલ્સ 2ના હિન્દી સંસ્કરણના ડબિંગનો ભાગ બનેલ અભિનેત્રી કાજોલે કહ્યું કે, પશ્ચિમની દુનિયામાં સંભાવનાઓ શોધવા અને હોલિવૂડ ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર છે. કાજોલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, હું હોલિવૂડ ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરીશ. કોઈ વિશેષ શૈલી ધ્યાનમાં નથી અને એ આધાર રાખે છે કે ફિલ્મની કહાની મને આકર્ષિત કરે છે કે નહીં.