વલસાડઃ ફાર્મ હાઉસમાં 16 વર્ષીય સગીરાના હાથ દોરડાથી બાંધી પરાણે માણ્યું શરીરસુખ, સગીરાએ કરી રડારડ ને ......

ગત 16મી જૂને યુવકે પોતાની તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી. સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો.

Continues below advertisement

વલસાડઃ નવસારી જિલ્લાના ચીખલીની 16 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા યુવકે પોતાની તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી અવાવરું ફાર્મ હાઉસમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સગીરાએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને જેલ હવાલ કરી દીધો છે. 

Continues below advertisement

નવસારીની 16 વર્ષીય સગીરા સાથે આરોપીએ વોટ્સએપ ઉપર મિત્રતા કેળવી હતી. દરમિયાન ગત 16મી જૂને યુવકે પોતાની તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી. સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો.

અહીં સગીરાને લાવીને તેની સાથે છૂટછાટ લેવા માંડ્યો હતો. જોકે, સગીરાએ પ્રતિકાર કરતાં તેનો મોબાઇલ લઈ લીધો હતો. તેમજ તેા હાથ દોરડાથી બાંધીને પરાણે સંબંધ બાંધ્યા હતા. યુવકની હરકતથી ડઘાઈ ગયેલી યુવતીએ રડારડ કરી મૂકતા યુવક તેને પારડી ચાર રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયો હતો. 

યુવક મૂકીને ફરાર થઈ જતા સગીરાએ અજાણ્યા વ્યક્તિની મદદથી પરિવારને ફોન કરી પારડી બોલાવી લીધો હતો અને ત્યાંથી તે ઘરે પહોંચી હતી. જોકે, ઘરે પહોંચેલી સગીરાએ માતાના સમગ્ર વાત કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાની માતાએ પારડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં યુવક તેના મોબાઈલ લોકેશન આધારે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે. 

Ahmedabad : યુવતીને અન્ય પુરૂષ સાથે બંધાયા શારીરિક સંબંધ ને થઈ પ્રેગનન્ટ, પતિને જાણ થતાં થયો ઝગડો, યુવતીએ બાળકીને આપ્યો જન્મ ને.......

અમદાવાદઃ ગત 14મી ફેબ્રુઆરીએ કોચરબ ગામની ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતી ગાડીમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવેલા તાજા જન્મેલા મૃત બાળક અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. અનૈતિક સંબંધથી બાળકીનો જન્મ થયો હોવાથી ખૂદ માતાએ જ બાળકીની હત્યા કરીને લાશ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફેંકી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં યુવતીની ધરપકડ કરી લીધી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, આરોપી યુવતીના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેનું સાસરું ઉત્તર પ્રદેશમાં છે. તેમજ તે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જ્યારે તેનો પતિ અમદાવાદ ખાતે સિક્યુરિટીમાં નોકરી કરતો હતો. આથી તે પણ પતિ સાથે અમદાવાદ ખાતે રહેવા આવી ગઈ હતી. 

દરમિયાન તે અન્ય પુરુષ સાથેના અનૈતિક સંબંધથી ગર્ભવતી થઈ હતી. જેની જાણ પતિને થતાં તેણે પત્ની સાથે ઝઘડો પણ કર્યો હતો. તે 6 મહિનાથી અમદાવાદમાં પતિ સાથે રહેતી હતી અને પાલડીની જ હોસ્પિટલમાં તેણે પ્રેગ્નન્સીની સારવાર પણ કરાવી હતી. 

ગત 13મી ફેબ્રુઆરીએ યુવતીને પ્રસુતિની પીડા ઉપડી હતી અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, બાળકી અનૈતિક સંબંધથી થઈ હોવાથી પતિ કાઢી મુકશે તેમ વિચારી તેણે નવજાત બાળકીની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી તેમજ તેની લાશ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને બાથરૂમમાં મૂકી દીધો હતો. તેમજ પતિ ઘરે આવે તે પહેલા તેણે કચરાની ગાડીમાં આ થેલી નાંખી દીધી હતી. 

બીજી તરફ, એએમસીમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા ડ્રાઈવરને ૧૪ ફેબુ્રઆરીના રોજ કોચરબ ગામ ખાતેની કચરા ગાડીમાંથી પ્લેસ્ટીકની થેલીમાંથી તાજુ જન્મેલુ મરણ પામેલુ બાળક મળી આવ્યું હતું.  આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાંચે બાળકીના મૃતદેહ મુદ્દે જીણવટ ભરી તપસા કરતાં તેઓ આરોપી મહિલા સુધી પહોંચી ગયા હતા અને તેને ઝડપી લીધી હતી. 

Vadodara: ભુવાએ છોકરીને નિર્જન સ્થળે લઈ જઈને પરાણે બાંધ્યા શરીર સંબંધ, છોકરીને બ્લીડીંગ થવા માંડતાં ભુવાએ..........

વડોદરાઃ વડોદરા શહેર પાસેના નાના  ગામમાં રહેતી છોકરીને ભુવાએ નિર્જન સ્થળે બોલાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ભુવાએ મંદિર પાછળ આવેલી નિર્જન જગ્યામાં છોકરી સાથે શરીર સંબંધ  બાંધ્યો ત્યારે છોકરીના ગુપ્તાંગમાંથી લોહી નિકળતાં ભુવો છોકરીને છોડીને જતો રહ્યો હતો. ગામના એક માણસે છોકરીના પરિવારને જાણ કરતાં છોકરીએ પોતાની સાથે ભુવાએ  બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ કરી હતી. આ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો છે.  કોરોના ટેસ્ટ માટે ભુવાના સેમ્પલ લેવામાં આવ્યા છે.

શહેર નજીકના એક ગામમાં રહેતા અને માતાજીના ભુવા તરીકે ઓળખાતા આ શખ્શ  ગામમાં રહેતી સગીરા સાથે પરિચય હતો. ભુવાએ ગમે તે રીતે છોકરીનો  મોબાઇલ નંબર મેળવ્યો હતો.  ભુવો અવાર નવાર ફોન કરીને સગીરા સાથે વાત કરતો હતો અને તેની સાથે નિકટતા કેળવી હતી. બે દિવસ પહેલાં ભુવાએ છોકરીને મળવા માટ હાઈવે પર  પદમલા ગામ નજીકના એક મંદિર પાસે બોલાવી હતી.

છોકરી મંદિર પાસે ગઇ ત્યારે ભુવો તેને બાઇક પર બેસાડીને મંદિર પાછળની નિર્જન જગાએ લઇ ગયો હતો. ભુવાએ  છોકરી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. છોકરી  નાની ઉંમરની હોવાથી શરીર સંબંધના કારણે  તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળતા ભુવો છોકરીને રોડ પર છોડીને ભાગી ગયો હતો.

છોકરી પણ ડરના કારણે ઘરે ગઇ નહતી અને  નજીકમાં આવેલા મંદિરે બેસી રહી હતી. છોકરીના પરિવારજનો તેને શોધી રહ્યા હતા ત્યારે રાત્રે એક ગ્રામજને કિશોરીને મંદિર પાસે બેસેલી જોઇ હતી. ગ્રામજને છોકરીના પરિવારને જાણ કરતાં પરિવારજનો છોકરીને ઘરે લઇ આવ્યા હતા પરિવારજનોએ શાંતિથી પૂછતા છોકરીએ ભુવાએ ગુજારેલા બળાત્કારની જાણ કરી હતી. આ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ભુવાને ઝડપી પાડયો છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola