યુપી પોલીની ગુંડાગીરી, આરોપીને બેલ્ટથી ફટકાર્યો પછી જુતા પર નાક ઘસાવડાવ્યું, જાણો વિગતે
જોકે, સુધીરે આની ફરિયાદ પોલીસ અધિકારીઓને નથી કરી, કરે તો પણ કઇ રીતે ગુનેગાર જ પોલીસવાળો હતો. વીડિયો વાયરલ થયો તો સ્થાનિક મીડિયાએ પોલીસ અધિકારીઓએ સવાલ કર્યા. સોશ્યલ મીડિયા પર પોલીસ પર સવાલ ઉઠ્યા. હવે એસપી અજયશંકર રાયે મામલાની તપાસ સીઓ કરહલ પરમાનન્દ પાંન્ડેયને સોંપી છે.
સુધીરનો આરોપ છે કે, વિજેન્દ્રથી છટકને તે દુર ખેતરોમાં ભાગ્યો પણ તેને પકડી લઇને બેલ્ટથી ફટકારવામાં આવ્યો હતો. સુધીરે મારથી બચવા માટે વિજેન્દ્રના પગ પકડી લીધા તો તેને જુતા પર માથું મુકાવડાવ્યું અને નાકથી જુતા ઘસાવડાવ્યા હતા.
માહિતી પ્રમાણે, થાન કુર્રાના ગામ સુલ્તાનપુરના રહેવાસી સુધીરનો ગામના જ એક વ્યક્તિ પાસે પૈસાને લઇને વિવાદ હતો. આરોપ છે કે જ્યારે સુધીર પૈસા લેવા પહોંચ્યો તો તેને ભગાડી મુક્યો અને બાદમાં વિજેન્દ્ર નામના પોલીસને બોલાવીને તેના દ્વારા સુધીરના માર ખવડાવવામાં આવ્યો હતો.
મેનપુરીઃ યુપીમાં પોલીસને ગુંડાગીરીની ઘટના સામે આવી છે, એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પોલીસની દંબગાઇ અને ગુંડાગીરી બન્ને સાથે દેખાઇ રહી છે. મેનપુરીમાં પોલીસે એક વ્યક્તિને માર માર્યા પછી જુતા પર નાક ઘસાવડાવ્યુ હતું. વાયરલ થયેલા વીડિયોને લઇને અધિકારીઓએ તપાસના આદેશ આપી દીધા છે.