અમદાવાદઃ યુવતી બે યુવકો સાથે ગઈ હોટલમાં, પતિ જોઇ જતાં ગયો પાછળ, બંધ રૂમમાં શું કરતી હતી? જાણો વિગત
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરમાં રહેતા યુવક પાસે લગ્નના ચોથા દિવસે જ પત્નીએ છૂટાછેડાની માંગ કરી હતી. જોકે, યુવકે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ આ વાતના થોડા દિવસ પછી યુવકે પત્નીને પ્રેમી સાથે હોટલમાં રંગરેલિયા માણતાં પકડી પાડતાં હોબાળો મચી ગયો હતો. આ પછી યુવતીએ સાસરિયા સામે ત્રાસ અને ખાધાખોરાકી માટેનો કેસ કર્યો હતો. આ અરજી પર કોર્ટે ચુકાદો આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટે નોંધ્યું હતું કે પ્રિયાને તેના સાસરી પક્ષના સભ્યો શારીરિક ત્રાસ આપતા હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. તેમજ સાસરીયાઓએ માર માર્યો હોવાથી પ્રિયાને સારવાર લેવી પડી હોય તેવા પણ કોઇ પુરાવા મળ્યા નથી.
તેની સામે પ્રેમી અમદાવાદની હોટલમાં રૂમમાંથી પ્રિયા સાથે પકડાયો હોવાના પૂરતા પૂરાવા મળ્યા હતા. જેથી પ્રિયા સામેનો વ્યભિચારનો આક્ષેપ પૂરવાર થતાં પત્ની ખાધા ખોરાકી મેળવવા હકકદાર ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું. કોર્ટે બંને પક્ષની દલીલો અને પુરાવા તપાસ્યા બાદ પત્નીના ત્રાસ અને ખાધા ખોરાકીની અરજી નામંજૂર કરી દીધી હતી.
પરેશે કોર્ટને જણાવ્યું હતું કે, 24 ઓકટોબરથી પ્રિયાની કોલેજમાં દિવાળીનું વેકેશન પડ્યુ હતુ. તેમ છતાં 25મીએ પ્રિયા કોલેજ ગઈ હતી. ત્રણ કલાક પછી તે કોલેજ પાસેથી નીકળ્યો ત્યારે કોલેજ બંધ હતી. જ્યારે કોલેજથી થોડે દૂર તેણે પલકને બે યુવકો પાછળ એકટીવા પર જતી જોઇ હતી. આ પછી પીછો કરતાં તેણે પત્નીને પ્રેમી સાથે રંગે હાથ પકડી પાડી હતી.
બીજી તરફ પ્રિયાએ પિયર જઇને કોર્ટમાં સાસરિયા સામે શારીરિક-માનસિક ત્રાસ અને ખાધાખોરાકી માટેનો કેસ કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલતાં પ્રેમી અને પ્રિયાએ 25 ઓકટોબરે પ્રેમીની બર્થ ડે પાર્ટી મનાવવા હોટલમાં ગયાની કબૂલાત કરી હતી. જોકે, બર્થ ડે પાર્ટીને લગતા કોઇ પુરાવા મળ્યા ન હતા.
25 ઓક્ટોબર 2016ના રોજ પ્રિયા ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. આ જ દિવસે પરેશે બે યુવકો સાથે એક્ટિવા પર જતી પ્રિયાને તેના કપડાથી ઓળખી ગયો હતો. જેથી તેણે તેમનો પીછો કર્યો હતો. પ્રિયા બે યુવકો સાથે બાપુનગરની હોટલ અતિથી પેલેસમાં ગઈ હતી. પરેશ પણ તેમની પાછળ પાછળ ગયો હતો. અહીં પ્રિયા આમાના એક યુવક સાથે રૂમમાં ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, વસ્ત્રાપુરમાં રહેતા પરેશ(નામ બદલ્યું છે)ના લગ્ના 24 જૂન 2016માં સુરેન્દ્રનગરની પ્રિયા(નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નની ચોથી રાતે જ પ્રિયાએ પરેશ પાસે છૂટાછેડા માંગ્યા હતા. જોકે, આ સમયે પરેશે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. દરમિયાન પ્રિયાએ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરવાનું કહેતા પરેશે તેને ખોખરાની કોલેજમાં એડમિશન અપાયું હતું.
પરેશે તેમનો પીછો કરી રૂમ ખોલાવતાં બંને રંગરેલિયા માણતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેથી પરેશે પત્ની પ્રિયા અને તેના પ્રેમી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં વ્યભિચારની ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ જ દિવસે પ્રિયાને પિયર મોકલી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -