અરવલ્લી: ભિલોડાના ગઢીયા ગામે ડાકણના વહેમમાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે. મહિલાના પતિનું થોડા સમય પહેલા મોત થતા પરિવારજનોએ મહિલાને ડાકણનો વહેમ રાખી માર મારી હોવાનો મહિલાના પરિવારજનનો આરોપ છે. મહિલાને તેના જેઠ જેઠાણી દ્વારા માર મારતા હોવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. આ ઉપરાંત શામળાજી પોલીસ મથકે ભોગ બનનાર મહિલાની ફરિયાદ ન લેતા હોવાનો પણ પરિજનોએ આક્ષેપ કર્યો છે. ભોગ બનનાર મહિલા સહિત પરિજનો મોડાસા એસપીને રજુઆત કરવા પહોંચ્યા છે. મહિલાને ધારીયાના મુદ્દલ વડે બે રહેમીથી માર માર્યા હોવાની તસવીરો પુરાવા સાથે એસપીને રજુઆત કરવા પહોંચ્યા છે.

Continues below advertisement


હવામાન વિભાગની મોટી આગાહી


ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે, પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આવતીકાલે પણ ઠંડીમાં ઠુંઠવાશે. આજે અમદાવાદમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન, નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું.


રાજ્યમાં ક્યારથી ઘટશે ઠંડી


ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 5.4  ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું. 3 દિવસમાં જ નલિયામાં લઘુતમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગ મુજબ 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે.અમદાવાદ, ભાવનગર, નલિયામાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે..ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 3 દિવસમાં ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે..અમદાવાદમાં આગામી 3 દિવસ 7થી 9 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 25  જાન્યુઆરી સુધી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે.


સુરતમાં ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલી પોલીસને રૂમમાં બંધ કરી દીધા






સુરતના પાંડેસરામાં ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલી પોલીસ જ બંધક બની ગઈ હોવાની ચર્ચા છે. યુવતી સાથે રહેતા યુવકના પિતાએ PSI, બે કોન્સ્ટેબલને પોણો કલાક પૂરી રાખ્યા હોવાની ચર્ચા છે. સુરતના બમરોલી રોડથી ગુમ થયેલી 27 વર્ષીય યુવતીની શોધખોળ કરવા પોલીસ ગઈ હતી. પાંડેસરા સૂર્યા નગરમાં એક યુવાન સાથે રહેતી હોવાની શંકા સાથે પોલીસ તપાસ કરવા ગઇ હતી. પાંડેસરા પોલીસ મથકના સબ ઇન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલ પર યુવાનના પિતા અને બે સાગરિતોએ હુમલો કરી પોણો કલાક સુધી બહારથી તાળું મારી રૂમમાં બંધ કરી દીધા હતા. ભારે ડ્રામા બાદ પોલીસ મથકમાંથી આવેલી પોલીસ અને ટોળાંએ આ કર્મચારીઓને મુક્ત કરાવી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.