GUJCET 2023: ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. 3 એપ્રિલે આ પરીક્ષા યોજાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખની  જાહેરાત કરવામાં આવી છે.


રાજ્યમાં ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 03-04-2023ને સોમવારના રોજ યોજાશે.  આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.


કેટલા માધ્યમમાં આપી શકાશે પરીક્ષા


ગુજકેટની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાશે.




પિયુષ ગોયલે કહ્યું, ગુજરાત બિઝનેસ માટે શરૂઆતનું યોગ્ય સ્થળ છે. ગુજરાતનો ખેડૂત પણ પોતાની વાતને ધંધા સાથે જોડે છે. ધીરુભાઈ અંબાણી, અદાણી જેવા અનેક ઉદ્યોગપતિઓ અહી જનમ્યા છે. મહાત્મા ગાંધીએ હંમેશા વ્યવસાયને પ્રોત્સાહન આપ્યું હતું, કોઈપણ વ્યવસાય માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય છે. નાનામાં નાનો ખેડૂત હોય કે અન્ય તમામ લોકો વ્યવસાય કરવામાં નિપુણ છે.  આ ગુજરાતમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ છે જે અહીથી આવ્યા છે, ધીરુભાઈ અંબા થી લઈને અનેક નામ છે. મહાત્મા ગાંધીએ પણ વ્યવસાય માટે અનેક વાતો કહી છે. દેશના વિકાસ માટે વ્યવસાય કેટલો અગત્યનો છે તેની પણ વાત મહાત્મા ગાંધીએ કરી છે.

ભારત 75 વર્ષ નિમિત્તે આઝાદી નું અમૃત મહોત્સવ માનવી રહ્યું છે, જેમાં આગામી 25 વર્ષ માટે નીતિ નક્કી કરવામાં આવી રહી છે. આગામી 25 વર્ષમાં ભારત વિકસિત દેશ બનીને ઉભરે તે દિશામાં કામ કરી રહ્યા છે. પાછલા 3 દશકમાં ભારતે મોટા પાયે વિકાસ કર્યો છે. 1991 થી લઈને અનેક વ્યવસાઇક નિર્ણયો લેવામાં આવ્યા અને ત્યારથી લઈને અત્યાર સુધી અનેક કામ કરવામાં આવ્યા છે. 3 દશકમાં 3.2 ટ્રિલિયન ડોલર એટલે કે 11 ગણી વધારવામાં આવી છે.

અમે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે. અનેક આ પરિસ્થિતિમાં અમે 12 ગણો વિકાસ કર્યો છે. છેવાડાનાં લોકો સુધી અમારી નીતિઓ પહોંચે તે દિશામાં કામ કર્યું છે. સરકાર ખૂબ ઈમાનદારીથી કામ કરી રહી છે અને તેના જ કારણે દેશની વિકાસ શક્ય છે. ટેલિકોમ ક્ષેત્રે આગામી 2 વર્ષ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. પીએમ મોદીની દીર્ઘદ્રષ્ટિ છે કે ગમે તેટલી મહામારી હોય કે અન્ય તકલીફ કોઈ પણ વ્યક્તિ દેશમાં ભૂખ થી ન મરે તે સરકારનું લક્ષ્ય હતું. અનેક લોકો વિચારતા હતા કે ભારત આનો સામનો કેવી રીતે કરશે, પરંતુ આજે સ્થિતિ જુદી છે આજે ભારતનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે. 5 મિલિયન ભારતીયો  આજે મફત ચિકિત્સા મળે તેનું આયોજન કર્યું. અનેક દેશોએ આ પ્રયાસ કર્યા અને નાકામ રહ્યા પણ તે દિશામાં ભારત સફળ થયું.


Education Loan Information:

Calculate Education Loan EMI