મહેસાણાઃ મહેસાણામાં યુવકને પોતાની સાથે નોકરી કરતી પરીણિત યુવતી સાથે શારીરીક સંબંધો બંધાતાં તેણે પત્નિ પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. પરીણિતા સાથેના આડાસબંધોને કારણે પોતાનાં બે સંતાનોની માતા એવી પત્નિને શારીરીક માનસીક ત્રાસ ગુજારી છુટાછેડા લેવા નોટીસ ફટકારી હતી. આ સામે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણાના અર્બન બેંક રોડ પર રહેતી યુવતી નિકિતાનાં લગ્ન 14 વર્ષ પહેલાં પાર્થ અનિલભાઇ રાવલ સાથે સામાજિક રીતરીવાજ મુજબ થયા હતા. તેમના લગ્ન જીવનથી બે દિકરાઓનો જન્મ થયો હતો. દરમિયાન દોઢેક વર્ષ પહેલાં નીકિતાને જાણ થઈ હતી કે, પાર્થને તેની સાથે નોકરી કરતી એક પરણીત યુવતી સાથે શારીરિક સબંધ છે. નીકિતાએ પતિના મોબાઇલમાં બંનેના અંગત પળોના ફોટા તથા શારીરિક સંબંધોના વીડિયો જોઇ જતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
આ ઝગડા પછી પાર્થે પોતાની પત્નિને માર મારી શારીરીક માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું. હતું નીકિતા બે દીકરાઓને ખાતર બધું સહન કરતી હતી પણ પતિ ઘરે નાણાં પણ નહોતો આપતો તેથી ખર્ચને પહોંચી વળવા નિકિતાએ નોકરીની શોધખોળ કરતાં તેનો પતિ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે તેની પત્નીને મારઝૂડ કરી ઘરમાંથી પહેરેલે કપડે કાઢી મૂકી હતી. તેણે યુવતીના પિતાને ફોન કરીને ધમકી આપી હતી કે, તમારા દિકરાની છોકરીને ઉપાડી જઇ બધાંના ટાંટીયા તોડી નાંખીશ. એ પછી તેણે છૂટાછેડા મેળવવા નોટીસ મોકલી હતી. આ અંગે મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણાઃ યુવકને સાથે નોકરી કરતી યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, બંનેની કામક્રિડા પત્નિ કઈ રીતે જોઈ ગઈ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Nov 2020 09:54 AM (IST)
પાર્થને તેની સાથે નોકરી કરતી એક પરણીત યુવતી સાથે શારીરિક સબંધ છે. નીકિતાએ પતિના મોબાઇલમાં બંનેના અંગત પળોના ફોટા તથા શારીરિક સંબંધોના વીડિયો જોઇ જતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -