વડોદરા: ડભોઇ તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ડભોઈના પણસોલી વસાહતમાં રહેતાં રવિ નાયક નામનો યુવકો વસાઈ ખાતે પોતાની પત્નીની શોધમાં ગયો હતો. ત્યાં માલુમ પડ્યું હતું કે વસાઈ ગામે રહેતાં વિષ્ણુ લાલજી ભાઈ રાઠોડીયાના ઘરે છે. જેથી યુવક દ્વારા વિષ્ણુને પૂછતાં વિષ્ણુ ઉશ્કેરાઈ ગયો હતો અને રવિને માર માર્યો હતો. રવિને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતા તેની હાલત ગંભીર બની ગઈ હતી. જે બાદ રવિને બાઈક ઉપર પણસોલી વસાહત મુકવા જતાં યુવકને બાઈક ઉપરથી તરસાના ગામની સિમમાં નાખી દેવામાં આવ્યો હતો.


આખે પેટમાં ગંભીર ઈજાના કારણે રવિ નાયકનું મોત નીપજ્યું હતું. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસને મોટી સફળતા મળી હતી અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. રવિને પાંસળીના ભાગે ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. જે આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવક રવિની પત્ની અને વિષ્ણુ રાઠોડિયા વચ્ચે પ્રેમ સંબંધો હતો અને તેથી જ વિષ્ણુએ રવિની હત્યા કરી નાખી.


પતિએ લગ્નના 17 દિવસ બાદ છરીના ઘા ઝીંકીને પત્નીની કરી નાખી હત્યા


વધુ એક હત્યાની  ક્રૂર ઘટના સામે આવી છે. હવે મધ્યપ્રદેશના ઈન્દોરથી એક મામલો સામે આવ્યો છે. જ્યાં  પતિએ લગ્નના 17 દિવસ બાદ  છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી દીધી દેશમાં એક પછી એક ક્રૂર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. હવે મધ્યપ્રદેશના ઈન્દોરથી એક મામલો સામે આવ્યો છે. જ્યાં  પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી દીધી. લગ્ના 17 દિવસ બાદ જ પતિએ પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી.  આરોપીનું નામ વિકી છે. વિકીના લગ્ન અંજલિ સાથે  17 દિવસ પહેલા થયા હતા. 7મી જૂને તેણે અંજલિની હત્યા કરી હતી. આરોપીએ એટલો ખતરનાક હુમલો કર્યો કે તેમના ખુદના હાથમાં પણ  ઈજા થઈ છે.. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


આ ઘટના ઈન્દોરના ધારા નાકા મહુનો છે. વિકી અને અંજલિ બંનેના લગ્ન તાજેતરમાં જ થયા હતા. બંને રૂમમાં હતા. અચાનક પરિવારના સભ્યોએ અંજલિના રડવાનો અવાજ સાંભળ્યો. જ્યારે પરિવારના સભ્યો રૂમમાં પહોંચ્યા ત્યારે અંજલિ લોહીથી લથપથ જમીન પર પડી હતી. ફ્લોર પર લોહીના છાંટા પડ્યા હતા. સાથે જ વિકી પણ ઘાયલ જોવા મળ્યો હતો. તાબડતોબ અંજલીને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.  હતો. વિકીએ અંજલિના શરીર પર 10 વાર ઘા માર્યા હતા. પોલીસને આ વાતની જાણ થતાં તે પરિવારજનો પાસેથી માહિતી મેળવવા પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિકી હાલમાં ઈન્દોરની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.