થરાદઃ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના પઠામડા ગામમાં દારૂના નશામાં વ્યક્તિએ ધમાલ મચાવી હતી. મહિલા શિક્ષકના પતિ અજય સુથારે ચાલુ શાળાએ ધમાલ મચાવી હતી. જોકે હોબાળો મચાવનાર મહિલા શિક્ષકના પતિને રૂમમાં પુરી દીધો હતો. ઘટનાની જાણ થતા  પોલીસે અજય સુથારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


પઠામડા પ્રાથમિક શાળાની મહિલા શિક્ષક રિન્કુ સુથારના પતિ અજય સુથાર દારૂ પીને સ્કૂલમાં પહોંચ્યો હતો અને ધમાલ મચાવી હતી. દારૂ પીને શાળા બબાલ કરતા ગ્રામજનો અને શિક્ષકોએ સાથે મળી અજય સુથારને એક રૂમમા પુરી દીધો હતો. શાળાના શિક્ષકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી. અજય સુથારે શાળાના શિક્ષકો સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ ઘટના 6 જૂનના રોજ બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.


Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓનો હોબાળો, ફી વધતાં જ કુલસચિવને કર્યા ધડાધડ ઇમેઇલ, કરી આવી માંગ


Ahmedabad: ફરી એકવાર વિદ્યાર્થીઓનું ભણતર વધુ મોંઘુ થઇ રહ્યું છે, આનું ઉદાહરણ હવે સૌથી સસ્તી ગણાતી ગુજરાત વિદ્યાપીઠમાંથી સામે આવ્યુ છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ ફી વધારાને લઇને આક્રોશમાં છે, અને કુલનાયક અને કુલ સચિવને ઇમેઇલ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એટલુ જ નહીં આ મુદ્દે વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા પર એક અભિયાન પણ છેડી દીધુ છે.


માહિતી પ્રમાણે, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ફી વધારાને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફી વધારાના મુદ્દાને લઇને વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક અને કુલસચિવને સીધા ઇમેઇલ કર્યા છે. આ ઇમેઇલમાં ફી વધારો પાછો ખેંચવા માટે વિનંતી કરવામાં આવી છે. આ ફી વધારા બાદ હવે ગરીબ અને આદિવાસી બાળકો વિદ્યાપીઠમાં અભ્યાસ નહીં કરી શકે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ફી માટે નહીં પણ છેવાડાના બાળકોને શિક્ષણ મળે તે માટે કરી હતી પરંતુ નવા મેનેજમેન્ટને માત્ર ફીમાં જ રસ હોય એવુ દેખાઇ રહ્યું છે. વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠનો ફી વધારાનો મુદ્દો હવે સોશ્યલ મીડિયામાં એક અભિયાન થકી છેડ્યો છે.


Uni Scandal: ગુજરાત યૂનિવર્સિટીમાં કર્મચારીઓનો મોટો ખેલ, ડિપાર્ટમેન્ટમાંથી એક-બે નહીં 17 એસી કરી દીધા ગાયબ


Gujarat University Scandal: રાજ્યમાં એક પછી એક મોટા માટો કૌભાંડો બહાર આવી રહ્યાં છે, જુદીજુદી પરીક્ષાઓમાં કૌભાંડનો મામલો હજુ પુરો થયો નથી ત્યાં હવે વધુ એક મોટુ શિક્ષણ જગતમાંથી કૌભાંડ બહાર આવ્યુ છે. ગુજરાત યૂનિવર્સિટીમાંથી હવે એસી સગેવગે કરવાનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ યૂનિવર્સિટી સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. 


અમદાવાદમાં આવેલી ગુજરાત યૂનિવર્સિટીમાંથી 17 એસી સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. એસ્ટેટ વિભાગના 1 કર્મચારીએ યૂનિવર્સિટી પરિસરમાંથી એસી સગેવગે કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. ખરેખરમાં ગુજરાત યૂનિવર્સિટી પરિસરના એનિમેશન વિભાગમાં પડેલા 17 એસી ગાયબ થઇ ગયા છે, જોકે, એસ્ટેટ વિભાગ દ્વારા આ આખા મામલાને દબાવી દેવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. એસીને સગેવગે થાય બાદ કેટલાક કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ હતુ. યૂનિવર્સિટી પરિસરમાં એસી સગેવગે થયાની વાત ફેલાઇ જતાં જ આમાં સામેલ કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ હતુ. હાલમાં ગુજરાત યૂનિવર્સિટીમાંથી સામે આવેલા આ મોટા કૌભાંડની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે