Crime News: વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. વારસિયા વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટીમાં રહેતા આધેડ મહિલાની હત્યા કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક મહિલા અને તેનો પુત્ર ઓમ સાઈ રામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવતા હતા. મૃતકનું નામ કમલબેન અરોરા હતું અને તેમની ઉંમર અંદાજે 70 વર્ષની હતી.
હત્યાની ઘટનાની જાણ થતા વારસિયા પોલીસ અને એફએસએલએ ઘટના સ્થળ પર તપાસ હાથ ધરી છે. લોહીના ડાઘા મળતા હત્યા કોણે અને ક્યારે કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે મૃતકના પુત્રને રાઉન્ડ અપ કર્યો છે. તો બીજી તરફ પુત્ર હિમાંશુએ જ માતાની હત્યા કરી હોવાનું પોલીસને અનુમાન છે. પોલીસ હાલ હત્યાનો ભેદ ઉકેલવા એફએસએલની મદદ લઈ રહી છે. જો કે, એવી પણ વાત સામે આવી છે કે, પુત્ર હિમાંશુ અસ્થિર મગજનો હોવાનું અનુમાન છે. જો કે, હત્યાની સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાનું મોત થયું છે. સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી પર માર મારવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાએ એક પોસ્ટને ડિલિટ કરવાનું સસ્પેન્ડેડ ASI રોનક હિરાણીને કહ્યું હતું. પોસ્ટ ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સસ્પેન્ડેડ પોલીસકર્મીએ સલીમ બગાડીયામાર્યાનો માર માર્યો હતો જેના પગલે સલીમ બગડિયાનું મોત થયું છે. ભેસ્તાન પોલીસે રોનક હિરાણી વિરૂદ્ધ FIR છે.
સમગ્ર ઘટનાને લઇને મળતી માહિતી મુજબ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી, આ પોસ્ટ દૂર કરનું કહેવા માટે ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારી ગયા હતા. જો કે પોસ્ટને ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ હતી અને ત્યારબાદ આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતાન સલીમ બગડિયાને માર માર્યો હતો. જેના પગલે ભાજપ લધુમતિ મોરચાના મહામંત્રી સલીમ બગડિયાનું મોત નિપજ્યું છે. આ અંગે ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ સામે ગુનો નોંધ્યો છે.ઉન રોયલ એવન્યુ ખાતે રહેતા ભાજપના લઘુમતી મોર્ચાના મહામંત્રી 50 વર્ષીય સલીમભાઈ બગાડિયા સ્ક્રેપનો વેપાર કરતા હતા. 15 દિવસ બાદ તેમના પુત્ર સુમિતના લગ્ન રહ્યા હતા. સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હીરાણીએ તેમના વેવાણ દિલશાદબેન બાબતે વિવાદિત પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ બિભત્સ હોવાથી સલીમ બગડિયા તેને ડિલિટ કરવા આગ્રહ કર્યો બાદ સસ્પેન્ડેડ ASI રોનક હિરાણીને મારામારી કરતા આ દરમિયાન મુક્કો લાગી જતાં, સલીમભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાબડતોબ તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન બચાવી શકાયો. અહીં તબીબે તેમને મૃત જાહેર કર્યાં. લઈ જવાયા. હવે આ સમગ્ર ઘટનાને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે.