ભુજઃ રાપરમાં ભર બપોરે પરિણીત યુવતીને તેના બે માસિયાઈ ભાઈ છરીની અણીએ મોટર સાયકલ પર ઉઠાવી ગયા હતા. બંને હવસખોરે ત્રંબૌ રોડ પર આવેલા ખેતરમાં યુવતી સાથે શારીરીક સંબંધો બાંધીને વારાફરતી દુષ્કર્મ આચર્યુ હતું. પરિણીત યુવતીએ બુધવારે સાંજે વલ્લભપર ગામના ભરત હોથી કોલી અને પ્રકાશ વેલા કોલી નામના યુવાનો સામે ફરિયાદ નોંધાવી હતી. બંને તેના માસિયાઈ ભાઈ છે. બંને સામે અપહરણ, સામુહિક દુષ્કર્મ વિગેરે કલમો તળે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, 25 વર્ષિય પરિણીતા રાપરમાં માવતરે આવી હતી. 12 દિવસ પહેલાં બપોરેનજીકમાં રહેતી બહેનના ઘરે જતી હતી ત્યારે મોટર સાયકલ પર ધસી આવેલા આરોપીઓએ તેને આંતરી લીધી હતી. પ્રકાશે છરી બતાવી અને ધમકી આપ્યા બાદ તેને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી હતી. બંને આરોપીઓ તેને ત્રંબૌ રોડ પર આવેલા એક ખેતરમાં લઈ ગયા હતા. છરી બતાવીને તેનાં વસ્ત્રો ઉતારીને નગ્ન કરીને બંનેએ વારાફરતી શારીરિક સંબધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ કોઈને કહેશે તો તને અને તારા પિતા-ભાઈઓને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. થોડા દિવસો પૂર્વે આરોપી ભરત હોથી કોલીને ભોગ બનનાર પરિણીતાના પિતા અને ભાઈઓએ માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તેનો બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાનું મનાય છે.
ભુજઃ યુવતીને નજીકના સગા બે યુવકો ખેતરમાં લઈ ગયા ને નગ્ન કરીને પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Oct 2020 11:32 AM (IST)
25 વર્ષિય પરિણીતા રાપરમાં માવતરે આવી હતી. 12 દિવસ પહેલાં બપોરેનજીકમાં રહેતી બહેનના ઘરે જતી હતી ત્યારે મોટર સાયકલ પર ધસી આવેલા આરોપીઓએ તેને આંતરી લીધી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -