Crime News: કોતવાલી બીટા-2 પોલીસે પ્રેમીની હત્યાનું કાવતરું રચનારી એક પ્રેમિકાને યમુના એક્સપ્રેસ વેના ઝીરો પોઇન્ટ પરથી તમંચા સાથે ઝડપી લીધી હતી. મહિલાએ ભાડુઆતી શૂટરોથી પ્રેમીની હત્યા કરવાની યોજના બનાવી હતી. આ માટે તેણે શૂટરોને ચાર લાખ રૂપિયાની સોપારી આપી હતી. મહિલાના પ્રેમીએ અચાનક બીજી યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હોવાથી તે ગુસ્સે થઈ હતી. બંને વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ હતો. પોલીસ શૂટરોની શોધ કરી રહી છે.


ગ્રેટર નોયડાના ડીસીપી અમિત કુમારે જણાવ્યું કે, કોતવાલી બીટા-2 પોલીસે મંગળવારે યમુના એક્સપ્રેસ વેના ઝીરો પોઇન્ટ પાસેથી ચેકિંગ દરમિયાન એક મહિલાને તમંચા સાથે ઝડપી હતી. જેની પૂછપરછમાં ચોંકાવનારી વાત સામે આવીહતી. મહિલાએ તેના પ્રેમીની હત્યા કરાવવા માટે શૂટરોની રાહ જોતી હતી. શૂટરો સાથે તેણે જૌનપુર જવાની યોજના બનાવી હતી.


પુત્રને ટ્યુશન આપવા આવતાં શિક્ષકના પ્રેમમાં પડી મહિલા


પોલીસ મુજબ, મહિલાના પુત્રને ટ્યુશન આપવા શિક્ષક અંકુર તેના ઘરે આવતો હતો. આ દરમિયાન તે ટ્યુશન શિક્ષકના પ્રેમમાં પડી હતી. બંને વચ્ચે 10 વર્ષની પ્રેમસંબંધ હતો અને ઘણી વખત શરીર સુખ માણ્યું હતું. આ દરમિયાન એક દિવસ અચાનક અંકુર જૌનપુર સ્થિત તેના ગામ જતો રહ્યો અને લગ્ન કરી લીધા.


પ્રેમીએ કરેલા દગાનો બદલો લેવા બનાવી ખતરનાક યોજના


પ્રેમીએ લગ્ન કર્યાની જાણ થતાં જ તે ભડકી ઉઠી હતી અને પ્રેમીએ કરેલા દગા બદલ હત્યા કરવાનું કાવતરું રચ્યું. આ માટે તેણે ગ્રેટર નોયડામાં રહેતા ભાડુઆતી શૂટરનો સંપર્ક કર્યો અને નક્કી થયા મુજબ ઝીરો પોઇન્ટ પર આવી હતી. તે સમયે પોલીસ ઝપટે ચડી હતી અને ઇરાદ પર પાણી ફરી વળ્યું હતું.


પોલીસને મહિલા પાસેથી શું મળ્યું


પોલીસે જણાવ્યું કે સ્થળ પરથી ફરાર થયેલા શૂટરની ઓળખ કૌશિંદ્ર તથા ભાલા તરીકે થઈ છે. પોલીસે મહિલા પાસેથી તમંચો, પ્રેમીનો ફોટો, બે મોબાઇલ ફોન તથા ઓળખ પત્ર જપ્ત કર્યુ હતું અને કાર્યવાહી કરી હતી.