ભાવનગરઃ શહેરમાં શુક્રવારે બાઇકની સાઇડ કાપતા સામે જોતા તું અમારી સામે જોઇ કાતર કેમ મારે છે ? કહી બે બાઇક સવારોએ અન્ય બાઇક સવાર યુવાનને તેના કુટુંબી ભાઇની નજર સામે જ છરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. શહેરના રૂવાગામ ખાતે રહેતો નિલેશ બીજલભાઇ ડાભી અને નાનો ભાઇ જીજ્ઞેશ સવારે 10.30 વાગ્યે કોઈ કામથી સુભાષનગર જવાનુ કહીને બહાર ગયા હતા.
દરમિયાન સવારે 11-30 વાગ્યે નિલેશ ઘરેથી ચાલીને રવેચીમાતાના મંદીર તરફ જતો હતો, ત્યારે જ કુટુંબીભાઇ મથુરભાઇ ઉર્ફે મસો રાઘવભાઇ ડાભીએ જીજ્ઞેશને સુભાષનગરમા રહેતો પ્રવીણ કનુભાઇ આલગોતર તથા તેનો સગીર મિત્રએ છરી મારી દીધી હોવાનું અને અત્યારે મારામારી કરતાં હોવાનું જણાવ્યું હતું. આથી તેઓ ત્યાં ગયા હતા.
તેઓએ ત્યાં પહોંચીને પ્રવીણને પોતાના ભાઈને ન મારવાનું કહેતા બંને બાઇક લઈને ભાગી ગયા હતા. આ પછી જીજ્ઞેશને 108માં લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યારાઓએ જીજ્ઞેશની સાઇડ કાપતા તેમની સામે જોયું હતું. જેથી હત્યારોઓએ જીજ્ઞેશને તું અમારી સામે કાતર કેમ મારે છે ? કહી પોતાની પાસે રહેલી છરીઓ વડે હુમલો કરી યુવાની હત્યા કરી નાશી છૂટયા હતા.
બનાવ અંગે નિલેશ ડાભીએ બન્ને શખ્સો વિરુધ્ધ નાનાભાઇની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. હત્યાના અડધો કલાકમાં જ મુખ્ય આરોપીની શહેરમાંથી ધરપકડ કરી લીધી હતી. હવે આજે આરોપી પ્રવિણને કોર્ટમાં રજૂ કરાશે.
ભાવનગરઃ પિતરાઈ ભાઈની નજર સામે જ યુવકની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Dec 2020 01:36 PM (IST)
હત્યારાઓએ જીજ્ઞેશની સાઇડ કાપતા તેમની સામે જોયું હતું. જેથી હત્યારોઓએ જીજ્ઞેશને તું અમારી સામે કાતર કેમ મારે છે ? કહી પોતાની પાસે રહેલી છરીઓ વડે હુમલો કરી યુવાની હત્યા કરી નાશી છૂટયા હતા.
તસવીરઃ ગઈ કાલે બપોરે 12 વાગ્યાની આસપાસ પોતાનું બાઇક લઈને બાલા હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો જીજ્ઞેશને ગળા પર છરીના ઘા ઝીંકી નાસી છુટ્યા હતા.