સુરતઃ પૈસાદાર નબીરાઓને શરીરસુખ માણવાના બહાને બોલાવી તેમને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતી ગેંગનો પોલીસ પર્દાફાશ કર્યો છે. ગત જાન્યુઆરી માસમાં કામરેજ ખાતે નોંધાયેલા હની ટ્રેપના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે 2 મહિલા અને ત્રણ યુવકોની ધરપકડ કરી છે.

ગત જાન્યુઆરી માસમાં કામરેજના એક યુવકને ફોન પર સંપર્ક કરી કામરેજથી કારમાં બેસાડ્યો હતો. ત્યારબાદ સુરતના ડીંડોલી ખાતે ખેતરની એક ઓરડીમાં લઈ જવામાં આવ્યો, જયાં યુવકનો યુવતી સાથે નિર્વસ્ત્ર વીડિયો ઉતારી ત્યાર બાદ યુવતીના મળતિયાઓ દ્વારા યુવક પાસેથી રોકડ અને એટીએમમાંથી મળી ૬૨૦૦૦ થી વધુ પડાવી લીધા હતા.

જોકે ઘટના બાદ યુવકે કામરેજ પોલીસ મથક માં ફરિયાદ નોંધવતા ૨ આરોપીઓને જાન્યુઆરી માસમાં ઝડપી લેવાયા હતા. જ્યારે આજરોજ અન્ય ત્રણ પુરુષ તેમજ ૨ મહિલા આરોપીને કામરેજ પોલીસે ઝડપી લીધા છે. જ્યારે હજુ એક સગીર યુવતી પોલીસ પકડથી દુર છે. પોલીસ દ્વારા આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરશે. તપાસમાં વધુ હની ટ્રેપના ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

પકડાયેલા આરોપીઓ

મહેશ ડાયાભાઈ બારૈયા
ભરત પરમાર,
ઇંદુબેન મનસુભાઈ ખરોચિયા
હેમલતા નિકુંજભાઈ ધોળિયા
લાલજીભાઈ ગડથરિયા