નાગપુરઃ મોબાઇલમાં અશ્લીલ વીડિયો જોયા પછી તે પ્રમાણે પ્રેમિકા સાથે શરીરસંબંધ બાંધવા જતાં યુવકનું મોત થઈ જતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમિકાને લઈને નાગપુરની લોજમાં ગયેલા યુવકનું લોજની રૂમમાં શરીરસંબંધ પછી મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવકની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વિગતો પ્રમાણે, ગત ગુરુવારે 7મી જાન્યુઆરીએ 27 વર્ષીય એન્જિનિયર યુવક પોતાની પરણીત પ્રેમિકા સાથે અંગતપળો માણવા માટે નાગપુરમાં સાવની તાલુકાની એક લોજમાં ગયા હતા. મોબાઇલમાં વીડિયો જોયા પછી યુવકે પ્રેમિકા પાસે એ જ પ્રમાણે શરીરસુખની ઇચ્છા વ્યક્ત કરી હતી.
યુવકની સૂચના પ્રમાણે યુવતીએ યુવકને ખુરશી પર બેસાડી તેના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા. તેમજ એક દોરી યુવકના ગળે વીંટાળી તેનો બીજો છેડો બારીની ગ્રિલ સાથે બાંધી દીધો હતો. આ કપલે વિચિત્ર પ્રકારે અંગતપળો માણ્યા પછી યુવતી વોશરૂમમાં ગઈ હતી. આ જ સમયે યુવક જે ખુરશી પર બેઠો હતો, તે ખુરશી ઊંધી પળી જતાં ગળે વીંટાળેલી દોરી કસાતા યુવક બેભાન થઈ ગયો હતો.
બીજી તરફ યુવકના પડવાનો અવાજ સાંભળી પ્રેમિકા બહાર દોડી આવી હતી અને તાત્કાલિક હાથ-પગની દોરી કાપી નાંખી હતી, પરંતુ ગળા ફરતે દોરી કાપવામાં વાર લાગી હતી, જેને કારણે યુવક બેભાન થઈ ગયો હતો. યુવક બેભાન થઈ જતા યુવતીએ લોજના સ્ટાફને મદદ માટે બોલાવ્યો હતો. આ અંગે લોજના સ્ટાફે પોલીસને જાણ કરતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી યુવક-યુવતીના મોબાઇલ જપ્ત કર્યા છે. તેમજ લોજના સ્ટાફના સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવક પણ પરણીત હોવાનું અને હાલ બેરોજગાર હોવાનું જાણવા મળ્યું છે.
નાગપુરઃ મોબાઇલમાં વીડિયો જોઇ યુવકે પ્રેમિકા સાથે બાંધ્યા શરીરસંબંધ ને પછી જે થયું તે વાંચી કંપી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2021 04:07 PM (IST)
ગત ગુરુવારે 7મી જાન્યુઆરીએ 27 વર્ષીય એન્જિનિયર યુવક પોતાની પરણીત પ્રેમિકા સાથે અંગતપળો માણવા માટે નાગપુરમાં સાવની તાલુકાની એક લોજમાં ગયા હતા. મોબાઇલમાં વીડિયો જોયા પછી યુવકે પ્રેમિકા પાસે એ જ પ્રમાણે શરીરસુખની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -