Mercedes-Benz ઇન્ડિયાએ 15 જાન્યુઆરી 2021થી પોતાના તમામ મોડલ્સની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપની દરેક મોડલની કિંમત પાંચ ટકા જેટલી વધારી શકે છે. કંપની વિતેલા છથી સાત મહિનાથી યૂરોની તુલનામાં ભારતીય કરન્સી નબળી પડવાને કારણે કિંમતમાં વધારો કરવા જઈ રહી છે.


કંપનીએ કહ્યું કે, આ તમામ ફેક્ટર્સને કારણે કંપનીના ઓપરેશન કોસ્ટમાં વધારો થયો છે, જેના કારણે બેંઝ મોડલની એક્સ શોરૂન કિંમતમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ એક કાયમી અને મૌલીક રીતે મજબૂત વ્યવસાયનું નિર્માણ યથાવત રાખવા માટે આ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે.

આ મોડલ્સની આટલી હશે કિંમત

C 200- 49.50 લાખ, C 220d- 51.50 લાખ
E 200- 67.50 લાખ, E 220- 68.50 લાખ
GLC 200- 56 લાખ, GLC 220- 61.5 લાખ
GLE 450 4M LWB- 93 લાખ, GLE 300 d 4M LWB- 77.50 લાખ
GLS 450 4M- 1.05 કરોડ
AMG GLE 53 Coupe- 1.30 કરોડ
AMG C 63 Coupe- 1.40 કરોડ
AMG GT 4 Door Coupe- 2.60 કરોડ