ગાંધીનગરઃ 28 વર્ષના ડ્રાઈવરે 13 વર્ષ મોટી મહિલા સાથે માણ્યું સેક્સ, દીકરીને ફસાવી પ્રેમજાળમાં ને પછી શું કર્યું ?
અમદાવાદઃ ઓગણજમાં રહેતા અને કાર ડ્રાઇવિંગ કરતાં 28 વર્ષીય યુવક સામે 41 વર્ષીય મહિલાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. મહિલાની ફરિયાદ છે કે, યુવક તેની 17 વર્ષીય દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તેમજ તે તૈયાર ન થાય તો મહિલાના અંગત વીડિયો અને તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, યુવકે મહિલાની દીકરી સાથે સેક્સ માણવા દબાણ કર્યું હતું અને તાબે ન થાય તો તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તે અને તેની દીકરી તેની સાથે સેક્સ ન માણે તો દીકરાને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકની ધમકીઓથી ડરીને મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાની ફરિયાદ છે કે, યુવક તેને સોલાના એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો અને પરાણે શારીરિક સંબંધ બાંદ્યા હતા. આ સમયે મહિલાને ખબર ન પડે તે રીતે તેનો વીડિયો બનાવી લીધો હતો. એટલું જ નહીં, તેણે મહિલાની 17 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ અંગે મહિલાને ખબર પડી જતાં તેણે યુવકને ધમકાવ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, બોપલમાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવકે છ મહિના પહેલા મહિલાને ગેસ્ટહાઉસમાં લઈ જઈને બલાત્કાર ગુજાર્યો હતો. આ યુવકે મહિલાની 17 વર્ષની દીકરીને પણ પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ યુવક મહિલા અને તેની દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -