ડેપ્યૂટી PMની ગર્લફ્રેન્ડે પોસ્ટ કરી ‘બેડરૂમ સેલ્ફી’ અને પછી.....
35 વર્ષની ઈજોઆર્દીએ બ્રેકઅપ માટે જે તસવીર પસંદ કરી તે ખાસ છે. આ તસવીરમાં ડેપ્યૂટી પીએમ ગાઢ ઉંઘમાં છે જોવા મળે છે, જ્યારે ઈજોઆર્દી સેલ્ફી ખેંચી રહી છે. પોતાની બ્રેકઅપ નોટમાં લોકપ્રિય ટેલિવિઝન શો હોસ્ટે લખ્યું, ‘આ અસલમાં એ નથી જે અમે એક બીજાને આપ્યું અને જેને હું મિસ કરીશ, પરંતુ એ છે જે અમે આજે પણ એક બીજાને આપીએ છીએ. ઘણું બધું સન્માન એ સાચા પ્રેમ માટે જે ક્યારેક હતો, આભાર, માતેઓ...’
જે સમયે 35 વર્ષની એલિજાએ દેશના ડેપ્યૂટી પીએમ સાથે બ્રેકઅપની જાહેરાત કરી ત્યારે સાલ્વિની ઘાનાની એક ફ્લાઈટ તરફ જઈ રહ્યા હતા. એન્ટી ઇમિગ્રન્ટ લીગ પાર્ટીએ નેતા સાલ્વિનીની ઓળખ પ્રવાસીઓ પ્રત્યે કડક વલણ અપનાવનાર તરીકે કરી છે. તે દેશના આંતરિક મામલાના મંત્રી પણ છે. સાલ્વિની અને એલિજા 3 વર્ષથી રિલેશનશીપમાં હતા અને બન્નેની તસવીરો યૂરોપીય મીડિયામાં ખૂબ લોકપ્રિય હતી.
નવી દિલ્હીઃ ઇટલીના ડેપ્યૂટી પીએમ માતેઓ સાલ્વિની અને તેની ગર્લફ્રેન્ડ એલિજા એજોઆર્દીના સંબંધનો આખરે અંત આવ્યો છે. જોકે, ટીવી એન્કર એલિજાએ આ સંબંધ તૂટવા પર કોઈ સત્તાવાર જાહેરાત કે પ્રેસ બ્રીફિંગની જગ્યાએ ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી પોસ્ટ કરીને સંબંધ ખત્મ કર્યાની વાત કહી છે. એલિજાએ સાલ્વિનોની સાથે વિતાવાલે સુંદર સમયની યાદમાં બેડ પર અંતરંગ પળો દરમિયાન ખેંચેલ સેલ્ફી પોસ્ટ કરી છે. જોકે, તેને આ રીતે બ્રેકની વાત કેહવાની રીત ઈટલીમાં લોકોને ગમી નથી.