જ્યોતિષની દૃષ્ટિએ આ વખતે રક્ષાબંધન કેમ છે ખાસ ? જાણો ક્યા સમયે રાખડી બાંધવી છે શુભ ?
અમદાવાદઃ રક્ષાબંધનનો તહેવાર 26 ઓગસ્ટના ઘનિષ્ઠા નક્ષત્રના શુભ યોગમાં ઉજવવામાં આવશે. શ્રાવણ શુક્લ પક્ષની પૂનમ તિથિ પર આ વખતે રવિવાર આવી રહ્યો છે. ઘનિષ્ઠા નક્ષત્રના સંયોગથી આ તહેવાર ખાસ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘનિષ્ઠા નક્ષત્રને પંચકનો નક્ષત્ર માનવામાં આવે છે. ઘનિષ્ઠા નક્ષત્ર ઉત્તરાર્દ્ધ (જો શુક્લ પક્ષ હોય) તો 5 ગણું શુભ ફળ આપનારો માનવામાં આવે છે. જો પર્વ કાળ સૌમ્ય અથવા પૂર્ણા તિથિ પર અને ઘનિષ્ઠા ઉત્તરાર્દ્ધ સ્પર્શકર્તા હોય તો તે કલ્યાણકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોતિષોના જણાવ્યાં મુજબ ચિત્રા કેતકીય ગણના મુજબ શ્રાવણ શુક્લ પૂનમ તિથિ 25 ઓગસ્ટ, શનિવારના સાંજે 4.23 વાગ્યાથી શરૂ થઈ જશે. પરંતુ તિથિ સિદ્ધાંત મુજબ ઉદયકાળના સ્પર્શમાં તિથિ હોય તે સૂર્યાસ્ત સુધી માનવામાં આવે છે. આ દ્રષ્ટિથી ઉદયકાળમાં રવિવારના જ રક્ષાબંધન ઉજવવામાં આવશે. આ તિથિ સાંજે 6.22 મિનિટ સુધી રહેશે, પરંતુ રવિવારે સંપૂર્ણ દિવસ તથા રાત સુધી પર્વ કાળ રહેશે. આ વખતે ભદ્રાનો સંયોગ ન હોવાથી રાત સુધી રાખડી બાંધી શકાશે.
રાખડી બાંધવાના શુભ મુહૂર્ત આ પ્રમાણે છેઃ સવારે 07.30થી 9 વાગ્યા સુધી - ચલ, સવારે 09થી 10.30 સુધી - લાભ, સવારે 10.30થી બપોરે 12 સુધી – અમૃત, સવારે 11.30થી બપોરે 12.30 વાગ્યા સુધી - અભિજીત મુહૂર્તસ બપોરે 01.30થી 3 વાગ્યા સુધી – શુભ, સાંજના 06.46થી રાતના 11 વાગ્યા સુધી ક્રમશ શુભ, અમૃત અને ચલના મુહૂર્તમાં રાખડી બાંધી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -