શનિ વક્રી યોગથી કઈ રાશિના લોકોને પડશે ફટકો-કઈ રાશિને ફાયદો? જાણો એક ક્લિકે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jul 2016 10:42 AM (IST)
1
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓ અને અશાંતિનું કારણ બીજાં લોકો ગમે તે માનતાં હોય પણ જ્યોતિષીઓના મતે આ ઘટનાઓ માટે શનિ વક્રી યોગ જવાબદાર છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 9 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી શનિ વક્રી યોગ છે. આ યોગ અનુરાધા નક્ષત્રમાં છે અને તેનો સ્વામી શનિ છે. આ પહેલાં 1984-85માં શનિ વક્રી યોગ સર્જાયો હતો. એ વખતે પહેલાં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને પછી ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન ફાટી નિકળ્યું હતું. ત્યારે જાણો આ વક્રી યોગથી કઈ રાશિએ ચેતવા જેવું છે અને કઈ રાશિને ફાયદો થઈ શકે છે.
2
કઈ રાશિને ફાયદાકારક : વૃષભ(બ,વ,ઉ), મિથુન(ક, છ, ઘ), કન્યા(પ,ઠ,ણ), મકર(ખ,જ) રાશિના લોકો
3
કઈ રાશિએ ચેતવા જેવું : મેષ(અ,લ,ઇ), કર્ક(ડ.હ), સિંહ(મ,ટ), તુલા(ર,ત), વૃશ્ચિક(ન,ય) અને ધન(ભ,ફ,ધ,ઢ) રાશિના લોકો