SURAT : શું કોઈ કલ્પના પણ કરી શકે કે 2 મહિનાના ટૂંકા ગાળામાં 610 ગામના 22 હજાર જેટલા બાળકોને મફત શિક્ષણ આપી શકાય? આ કલ્પના સાકાર થઇ છે સુરત જિલ્લાના બારડોલીમાં. 


બારડોલીના  દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 મહિનામાં 610 ગામના 22 હજાર બાળકોને મફત શિક્ષણ આપવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઇ જે બાળકો શિક્ષણથી દુર રહ્યાં હતાં.  તેમને ફરીંથી શિક્ષણથી જોડવા માટે ટ્રસ્ટ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ હાલ પણ કરવામાં આવી રહી છે. 


2001થી કાર્યરત છે દિવાળીબેન ટ્રસ્ટ 
સરદારનગરી બારડોલીમાં વર્ષ 2001થી દિવાળીબેન ટ્રસ્ટ કાર્યરત છે અને 2001 થી આ ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિ કરતુ આવી રહ્યું છે. કોરોનાકાળમાં જયારે લોકડાઉનની પરિસ્થિતિ હતી તે સમયે શાળાઓ દ્વારા બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. પરંતુ રાજ્યના અનેક જીલ્લાઓ એવા છે જ્યાં હજી પણ ઈન્ટરનેટની યોગ્ય સુવિધા નથી જેને લઇ બાળકોને શિક્ષણ મળી શક્યું નહી અને બાળકો શિક્ષણથી વંચિત રહ્યા ટૂંકમાં કહી શકાય કે શિક્ષણથી અળગા રહ્યાં હતા. 


650 શિક્ષકો દ્વારા સર્વે કરવામાં આવ્યો 
દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આવા બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી માથે લેવામાં આવી. ટ્રસ્ટ દ્વારા દક્ષિણ  ગુજરાતના 5 જિલ્લામાં 650 થી વધુ શિક્ષકો રોકી સર્વે કરવામાં આવ્યો  અને આવા શિક્ષણથી અળગા થઇ ગયેલા બાળકોને શોધી  એમને  શિક્ષણ આપવામાં આવ્યું. 


ટ્રસ્ટ દ્વારા ઉકા તરસાડીયા યુનિવર્સિટી પણ ચલાવવામાં આવી  રહી છે
અમેરિકામાં રહેતા એવા ભારતીય બારડોલીના ભીખુ ભાઈ પટેલ દ્વારા આ ટ્રસ્ટ નો તમામ નાણાકીય વ્યવહાર કરવામાં આવે છે. બારડોલી નજીક આ ટ્રસ્ટ દ્વારા ઉકા તરસાડીયા યુનિવર્સિટી પણ ચલાવવામાં આવી  રહી છે. આદિવાસી વિસ્તારમાં બાળકોના સર્વે બાદ સૌથી મોટો પ્રશ્ન હતો બાળકોને ક્યાં ભણાવવા ?? જોકે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી દ્વારા સરકારી શાળાના શિક્ષકો સાથે સંકલન કરી બાળકોને શાળામાં શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને બે મહિનાના ટૂંકા ગાળામાં બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું. 


શિક્ષણ ઉપરાંત દિવાળીબેન ટ્રસ્ટ કરી રહ્યું છે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ 
દિવાળી બેન ટ્રસ્ટ દ્વારા શિક્ષણ સાથે સાથે અનેક પ્રવૃતિઓ પણ નિઃશુલ્ક  કરવામાં આવી રહી છે. શાળામાં વેકેશન ચાલી રહ્યા છે ત્યારે ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકો માટે સીવણ ક્લાસ વર્ગો, બ્યુટી પાર્લરના વર્ગ, કોમ્પ્યુટર કલાસીસના વર્ગો તેમજ સ્પોકન ઇંગલિશ વર્ગો પણ નિઃશુલ્ક ચલાવવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં ટ્રસ્ટ ખાતે 230  જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ વર્ગોમાં અભ્યાસ  કરી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ દર્દીઓ માટે બારડોલીનગર ખાતે એક દવાખાનું પણ ચલાવવામાં આવી રહ્યું છે તેમજ જેનેરિક મેડીકલ સ્ટોર પણ ચલાવવામાં આવી રહ્યો છે જ્યાંથી દર્દીઓને સસ્તા ભાવે દવા મળી રહે છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI