સુરત: સુરત ભાજપ કાર્યાલય બહાર આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.  આ બંને પક્ષના કાર્યકરો બાખડ્યા  કે પોલીસની સામે જ  છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. AAPના કાર્યકરોને દોડાવી-દોડાવીને માર મરાયો. જમીન પર પટકાયા બાદ લાતો પણ મારવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સુરતમાં ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા.  ગઈકાલે સુરત મહાનગરપાલિકા બહાર AAPના કોર્પોરેટરનું ગળું દબાવી માર મરાયાનો બનાવ બન્યો હતો. જેના વિરોધમાં આજે AAPના કાર્યકરો સુરતમાં ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વિ કર્યું છે. કેજરીવાલે કહ્યું આ ગુંડાઓને જુઓ. ખુલ્લેઆમ મારપીટ કરી રહ્યા છે, દેશભરમાં ગુંડાગીરી આચરવામાં આવી છે. શું આવી રીતે દેશની પ્રગતિ થશે ? આ લોકો તમારા બાળકોને ક્યારેય સારું શિક્ષણ, રોજગાર નહીં આપે કારણ કે તેઓને રાજકારણ માટે બેરોજગાર ગુંડાઓ જોઈએ છે.




આ સમયે AAP અને ભાજપના કાર્યકરો એકબીજા પર તૂટી પડ્યા. પોલીસે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત 25થી વધુ કાર્યકરોની અટકાયત કરી. ઈસુદાન ગઢવીએ પણ ભાજપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ ઉઠાવવા માંગ કરી છે. સાથે જ જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો કોર્ટમાં જવાની તૈયારી બતાવી. 


સુરત આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શનનો મામલો હવે ગરમાતો જોવા મળી રહ્યો છે. સુરતની ઘટના બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે પોલીસ બંદોબસ્ત વધારાયો છે. ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો કમલમ બહાર ખડકી દેવામાં આવ્યો છે. સુરતની ઘટનાને જોતા કમલમ ખાતે આપનું વિરોધ પ્રદર્શન ન થાય તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમ ખાતે ગાંધીનગરના કાર્યકર્તાઓને પણ પાર્ટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા.


નોંધનિય છે કે, ગઈકાલે આમ આદમી પાર્ટીના નગરસેવક પર પોલીસે કરેલ દમન ગુજાર્યોનો આરોપ લગાવ્યો હતો. આપના કાર્યકરોએ  ભાજપ કાર્યાલયે ઘેરાવ કર્યો હતો. એવો પણ આરોપ છે કે, પાલિકાના માર્શલો દ્વારા આપના નગરસેવકનું ગળું દબાવાયું હતું. આ ઉપરાંત મહિલા નગરસેવકના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા આપના નગરસેવકોની ફરિયાદ પણ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો છે.