ભાવનગર: સરકારી મેડિકલ કોલેજના એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 93 વિદ્યાર્થીઓને હાજરીમાં અનિયમિતતા અને બોન્ડ ન જમા કરાવવાને કારણે પરીક્ષામાંથી ડીટેઈન કરવાનો હુકમ કરાયો છે. ડિન દ્વારા કડક નિર્ણય લેવાતા એક સાથે 93 વિદ્યાર્થીઓને આખી પરીક્ષા આપતાં અટકાવાની ગુજરાત રાજ્યની સરકારી-અર્ધસરકારી મેડિકલ કોલેજોના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ નિયમિત હાજર નહીં રહેતા તેઓની હાજરી ઓછી રહી છે. એન.એમ.સી.ની ગાઈડલાઈન મુજબ તો 20% સુધી ગેરહાજરી પણ માન્ય રહે છે. પરંતુ તેની કરતાં પણ વધુ ગેરહાજર રહેતા એમબીબીએસના વિદ્યાર્થીઓ પર મેડિકલ કોલેજના ડીન દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓની ઓછી હાજરી અને બોન્ડ નહીં જમા કરાવવાને કારણે ફિઝિયોલોજી, બાયોકેમેસ્ટ્રી અને એનાટોમી વિષયમાં ઓછી હાજરી મુજબ 91 વિદ્યાર્થીઓને નવેમ્બરથી શરૂ થતી યુનિવર્સિટીની આખી પરીક્ષામાં ડીટેઈન કરવાનો હુકમ કર્યો છે. તેમજ 2 વિદ્યાર્થીઓના એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યાના આજ દિન સુધી 20 લાખના બોન્ડ કોલેજમાં જમા નહીં કરાવવાને કારણે પરીક્ષામાંથી ડિટેન કર્યા છે. ભાવનગર સરકારી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી 93 જેટલા વિદ્યાર્થીઓને આખી પરીક્ષામાંથી ડીટેન કરતાં આટલી મોટી સંખ્યામાં પરીક્ષામાંથી રદ કરવાનો મેડિકલ કોલેજના ઇતિહાસમાં પણ પ્રથમ બનાવ છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ચાલતી નકલી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. યુજીસીએ આ યાદી જાહેર કરી છે જેથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ યુનિવર્સિટીઓથી સાવચેત રહે. આ સાથે UGCએ રાજ્યોને આ યુનિવર્સિટીઓ સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું છે.
દિલ્હીની આ યુનિવર્સિટીઓ નકલી છે
- ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સ (AIPHS) રાજ્ય સરકારની યુનિવર્સિટી, ઓફિસ ખ. નંબર 608-609, પહેલો માળ, સંત કૃપાલ સિંહ પબ્લિક ટ્રસ્ટ બિલ્ડિંગ, BDO ઑફિસની નજીક, આલીપોર, દિલ્હી-110036
- કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, દરિયાગંજ, દિલ્હી
- સંયુક્ત રાષ્ટ્ર યુનિવર્સિટી, દિલ્હી
- વોકેશનલ યુનિવર્સિટી, દિલ્હી
- ADR-સેન્ટ્રિક જ્યુરિડિકલ યુનિવર્સિટી, ADR હાઉસ, 8J, ગોપાલા ટાવર, 25 રાજેન્દ્ર પ્લેસ, નવી દિલ્હી - 110 008
- ભારતીય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંસ્થા, નવી દિલ્હી
- સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી, 351-352, ફેઝ-1, બ્લોક-એ, વિજય વિહાર, રિથાલા, રોહિણી, દિલ્હી-110085
ઉત્તર પ્રદેશની નકલી યુનિવર્સિટીઓની યાદી
- ગાંધી હિન્દી વિદ્યાપીઠ, પ્રયાગ, અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ
- નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, કાનપુર, ઉત્તર પ્રદેશ
- નેતાજી સુભાષ ચંદ્ર બોઝ યુનિવર્સિટી (ઓપન યુનિવર્સિટી), અચલ તાલ, અલીગઢ, ઉત્તર પ્રદેશ
- ભારતીય શિક્ષણ પરિષદ, ભારત ભવન, મટિયારી ચિન્હાટ, ફૈઝાબાદ રોડ, લખનૌ, ઉત્તર પ્રદેશ: 227105
કર્ણાટક
કેરળ
સેન્ટ જોન્સ યુનિવર્સિટી ક્રિષ્નાતમ, કેરળ
મહારાષ્ટ્ર
રાજા અરેબિક યુનિવર્સિટી, નાગપુર, મહારાષ્ટ્ર
પુડુચેરી
શ્રી બોધિ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, નં. 186, થિલાસપેટ, વજુથવાર રોડ, પુડુચેરી- 605009
આંધ્રપ્રદેશ અને બંગાળમાં પણ નકલી યુનિવર્સિટીઓ
ક્રાઇસ્ટ ન્યુ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી, 32-32-2003, 7મી લેન, કાકુમનુવરીથોટો, ગુંટુર, આંધ્રપ્રદેશ-522002 અને ક્રાઇસ્ટ ન્યુ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટીનું અન્ય સરનામું, ફીટ નંબર 301, ગ્રેસ વિલા એપાર્ટમેન્ટ, 7/5, શ્રીનગર, ગુંટુર, આંધ્ર રાજ્ય: 522002
બાઇબલ ઓપન યુનિવર્સિટી ઓફ ઈન્ડિયા, H.No. 49-35-26, એન.જી.ઓ. કોલોની, વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ: 530016
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન, કોલકાતા
Education Loan Information:
Calculate Education Loan EMI