Education News: ગુજરાતના વિદ્યાર્થીઓમાં છેલ્લા થોડા સમયથી કેનેડા ભણવાનો જવાનો ક્રેઝ છે. પરંતુ દેશમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ ભણવા અમેરિકા જાય છે. 2021માં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો છે. જ્યારે અમેરિકામાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યામાં આઠ ટકાથી વધુનો ઘટાડો થયો છે તેમ સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે.


કોરોના મહામારીના કારણે ભણવા આવતા વિદ્યાર્થીઓ પર અસર


યુએસ સિટિઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસ(યુએસસીઆઇએસ)ના બુધવારે જાહેર થયેલા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2021માં કોરોના મહામારીને કારણે અમેરિકામાં વિદેશથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પર અસર જોવા મળી છે.


2021માં એક્ટિવ એફ-1 અને એમ-1વિદ્યાર્થાઓની સંખ્યા 12,36,748 હતી. જે વર્ષ 2020ની સરખામણીમાં 1.2 ટકા ઓછી છે તેમ એસઇવીઆઇએસ(સ્ટુડન્ટ્સ એન્ડ એક્ષચેન્જ વિઝિટર ઇન્ફરમેશન સિસ્ટમ)ના રેકોર્ડમાં જણાવવામાં આવ્યું છે. 2021માં 8038 સ્કૂલોને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 2020ની સરખામણીમાં આ સ્કૂલોની સંખ્યામાં 280નો ઘટાડો થયો છે. એફ-1 અને એમ-1 બે નોન ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ વિઝા છે. જે-1 પણ નોન ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ વિઝા છે પણ તે મોટે ભાગે સ્કોલર્સને આપવામાં આવે છે.


ભારતના કુલ કેટલા વિદ્યાર્થીઓ અમેરિકામાં કરે છે અભ્યાસ


2020ની સરખામણીમાં 2021માં અમેરિકામાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યામાં 33,569નો ઘટાડો થયો છે. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 25,931નો વધારો થયો છે. કુલ ભારતીય વિદ્યાર્થીઓમાં 37 ટકા વિદ્યાર્થિનીઓ છે.


અમેરિકામાં કયા દેશના કેટલા વિદ્યાર્થીઓ ભણે છે


2021માં અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં 3,48,992 સાથે ચીન પ્રથમ ક્રમે હતું. 2,32,851 વિદ્યાર્થાઓ સાથે ભારત બીજા ક્રમે હતું. 2021માં અમેરિકામાં દક્ષિણ કોરિયાના 58,787, કેનડાા 37,453, બ્રાઝિલના 33,552,  વિયેતનામના 59,597, સઉદી અરેબિયાના 28,600 તાઇવાનના 25,406, જાપાનના 20,144 અને મેક્સિકોના 19,680 વિદ્યાર્થીઓ ભણતા હતાં.


Education Loan Information:

Calculate Education Loan EMI