CBSE Board Exam: 26 એપ્રિલથી CBSEની પરીક્ષાઓ શરૂ થલૃવા જઈ રહી છે. આ પરીક્ષાની તૈયારી માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં પ્રેશન રહે છે, જેની અસર તેની તૈયારીઓ પર પડે છે. આવી સ્થિતિમાં તમે કેટલીક સ્ટ્રેટેજી અપનાવીને તણાવમાંથી મુક્ત થઈ શકો છો અને સારા માર્ક્સ લાવી શકો છો.
સિલેબસને આપો સૌથી પહેલું સ્થાન
હવે જ્યારે પરીક્ષા માટે એક મહિના કરતાં ઓછો સમય બાકી છે, ત્યારે વિદ્યાર્થીઓએ માત્ર અને માત્ર તેનો જ અભ્યાસ કરવો જોઈએ જે CBSE અભ્યાસક્રમમાં લખાયેલ છે. ક્યારેય પણ તેનાથી આગળ જવાનો પ્રયાસ ન કરો. કેમ કે, અભ્યાસક્રમની બહાર વાંચવું એ કિંમતી સમયના બગાડ જેવું હશે, કારણ કે તમારી પાસે સમય ઓછો છે. પેપર ફક્ત તે જ હશે જે તમને અભ્યાસક્રમમાં આપવામાં આવ્યું છે. એટલા માટે હંમેશા તૈયારી કરતી વખતે ફોકસ સિલેબસ પર રાખો.
NCERTના પુસ્તકોને ન છોડો
વિદ્યાર્થીઓએ કોઈપણ કિંમતે NCERTનો અભ્યાસ છોડવો જોઈએ નહીં. ધોરણ 12ના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે માને છે કે તેમને રેફરન્સ બૂકો વાંચવાની જરૂર છે, પરંતુ વિદ્યાર્થીઓએ એ ન ભૂલવું જોઈએ કે સંદર્ભની સાથે સાથે, NCERT પુસ્તકો પણ એટલા જ મહત્વપૂર્ણ હોય છે. NCERTના પુસ્તકો એ દરેક પરીક્ષાનો આધાર છે અને તે પરીક્ષામાં મદદ કરે છે. પરીક્ષામાં તેમાથી જ પ્રશ્નો પૂછવામાં આવે છે. તેથી જ NCERT પુસ્તકો બિલકુલ છોડશો નહીં.
સેમ્પલ પેપર સોલ્વ કરો
વિદ્યાર્થીઓએ ન માત્ર સેમ્પલ પેપર સોલ્વ કરવા પરંતુ જવાબ લખવા માટે પણ સમય ફાળવવો જરૂરી છે જેથી પરીક્ષામાં કોઈ પ્રશ્ન ન રહી જાય. સેમ્પલ પેપર સોલ્વ કરતી વખતે, ટાઈમર સેટ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને ખબર પડે કે એક પ્રશ્નને કેટલો સમય આપવો. સેમ્પલ પેપર જવાબો લખવાની આદતને પણ મજબૂત બનાવે છે.
ટર્મ-1ના સ્કોરનું ધ્યાન રાખો
વિદ્યાર્થીઓએ ટર્મ 1 ના અંક ક્યારેય ન ભૂલવા જોઈએ. જો કોઈ વિદ્યાર્થીને ઓછા અંક આવ્યા હોય તો બીજી ટર્મમાં તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
વધુ રિવિઝન કરો
પરીક્ષાના આડે હવે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે તેથી હવે વિદ્યાર્થીઓએ કંઈપણ નવું ભણવાનું ટાળવું જોઈએ અને તમે જે અગાઉ અભ્યાસ કર્યો છે તેનું જ રિવિઝન કરવું જોઈએ. વિદ્યાર્થીઓએ હમણાં રિવિઝન પર વદું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે કંઈપણ નવું અભ્યાસ કરવાનો પ્રયાસ કરવામાં તેમનો સમય વેડફવાની શક્યાતા રહે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI