Agniveer Bharti 2024 : ભારતીય સેનામાં જોડાવા માટે અગ્નિવીર ભરતી 2024ની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય સેના અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતી માટેનું નોટિફિકેશન ખૂબ જ ટૂંક સમયમાં બહાર પાડવા જઈ રહી છે. આ માટે ભારતીય સેનાની ભરતી વેબસાઇટ joinindianarmy.nic.in/ પર જઈને અરજી કરવાની રહેશે. આ વખતે સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. સ્ટોરકીપર અને ક્લાર્કની જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા ઉપરાંત ટાઇપિંગ ટેસ્ટ પણ આપવાની રહેશે. લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી સહિતના અન્ય માપદંડો પહેલા જેવા જ રહેશે.


વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં, આર્મી રિક્રુટમેન્ટ ઓફિસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અગ્નિવીર ભરતી 2024 માટે અરજી પ્રક્રિયા 8 ફેબ્રુઆરીથી શરૂ થશે. એપ્લિકેશન 21મી માર્ચ સુધી ચાલશે. માહિતી અનુસાર, આ ભરતી અગ્નિવીર (જનરલ ડ્યુટી), અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન અને મહિલા મિલિટ્રી પોલીસ પદો પર આયોજીત કરાશે. અગ્નિવીર ટેકનિકલની જગ્યાઓ માટે ITI કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. આમાં પાસ થનાર ઉમેદવારોને મેરિટના આધારે ભરતીમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવશે. જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ ટેસ્ટ થશે.


અગ્નિવીર ભરતી માટેની લાયકાત


ભારતીય સેનામાં અગ્નિવીર બનવા માટે 10 કે 12 પાસ યુવકો અરજી કરી શકશે. આ માટે જે લોકોએ બોર્ડની પરીક્ષા આપી છે અને પરિણામની રાહ જોઈ રહ્યા છે તેઓ પણ અરજી કરી શકશે. અગ્નિવીર ટ્રેડ્સમેન માટે 8 પાસ અરજી કરી શકે છે. વય મર્યાદા વિશે વાત કરીએ તો તે સાડા 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સિવાય વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સારા ચરિત્રનો હોવો જોઇએ. ઉમેદવારનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ. અગ્નિવીર ભરતીની સૂચના મળ્યા પછી યોગ્યતા સંબંધિત વિગતવાર માહિતી ઉપલબ્ધ થશે.


સ્ટોર કીપર અને ક્લાર્કની ભરતીના નિયમોમાં ફેરફાર


ભારતીય સેનામાં અગ્નિવીર સ્ટોર કીપર અને ક્લાર્કની પોસ્ટ માટે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે 12મું પાસ હોવું આવશ્યક છે. ઉપરાંત તમામ વિષયોમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ જરૂરી છે. ક્લાર્કની જગ્યા માટે અંગ્રેજી, ગણિત, એકાઉન્ટ્સ અને બુક કીપિંગ ફરજિયાત છે. ઉપરાંત આ પોસ્ટ માટે વય મર્યાદા સાડા 17 થી 21 વર્ષ છે. સેનાએ 4 જાન્યુઆરીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું હતું કે હવે આ પોસ્ટ્સ માટે ટાઇપિંગ ટેસ્ટ પણ લેવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI