Agniveer Vayu Recruitment 2024: જો તમે પણ એરફોર્સમાં નોકરી મેળવવા ઈચ્છો છો તો એક જબરદસ્ત તક આવી રહી છે. એરફોર્સમાં અગ્નિવીર માટે બમ્પર ભરતી કરવામાં આવી છે. જેના માટે ટૂંક સમયમાં અરજીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં યુવાનોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અહીં આપેલી તમામ માહિતી કાળજીપૂર્વક તપાસે અને એપ્લિકેશન શરૂ થાય કે તરત જ તેમનું ફોર્મ સબમિટ કરે. નોંધનીય છે કે વર્ષની શરૂઆતમાં એરફોર્સે 3500થી વધુ અગ્નિવીરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.


નોટિફિકેશન મુજબ, પોસ્ટ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 17 જાન્યુઆરીથી શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ indianairforce.nic.in/agniveer ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે. અરજી કરવા માટે 6 ફેબ્રુઆરી સુધીનો સમય છે. અરજીની સાથે ઉમેદવારોએ ઓનલાઈન ફી પણ ચૂકવવી પડશે, જે 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે.


લાયકાત શું હોવી જોઈએ?


નોંધનીય છે કે એરફોર્સ અગ્નિવીર ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે 12મું પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત તરીકે ડિપ્લોમા અથવા 2 વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ પણ માંગવામાં આવ્યો છે, જેની માહિતી તમે નોટિફિકેશન પર જઈને તપાસી શકશો. આ સિવાય અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર સાડા 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


પસંદગી પ્રક્રિયા


એરફોર્સ અગ્નિવીર ભરતી હેઠળ પસંદગી મેળવવા માટે ઉમેદવારોએ ઓનલાઈન ટેસ્ટ અને શારીરિક કસોટીમાંથી પસાર થવું પડશે. ઓનલાઈન ટેસ્ટમાં ફિઝિક્સ, ગણિત, અંગ્રેજી, રીઝનિંગ અને જનરલ અવેરનેસ જેવા વિષયોના પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે શારીરિક કસોટીમાં દોડ, પુશઅપ્સ, સિટ અપ અને સ્ક્વોટ્સ જેવી એક્ટિવિટી દ્વારા પરીક્ષણો લેવામાં આવશે. ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી માટે તમે નીચે આપેલ લિંક પરથી તેનું નોટિફિકેશન તપાસી શકો છો.


વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં, આર્મી રિક્રુટમેન્ટ ઓફિસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અગ્નિવીર ભરતી 2024 માટે અરજી પ્રક્રિયા 8 ફેબ્રુઆરીથી શરૂ થશે. એપ્લિકેશન 21મી માર્ચ સુધી ચાલશે. માહિતી અનુસાર, આ ભરતી અગ્નિવીર (જનરલ ડ્યુટી), અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન અને મહિલા મિલિટ્રી પોલીસ પદો પર આયોજીત કરાશે. અગ્નિવીર ટેકનિકલની જગ્યાઓ માટે ITI કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. આમાં પાસ થનાર ઉમેદવારોને મેરિટના આધારે ભરતીમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવશે. જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ ટેસ્ટ થશે.


નોટિફિકેશન વાંચવા અહી ક્લિક કરો


Education Loan Information:

Calculate Education Loan EMI