ICAI : ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા બે દિવસીય સબ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી પણ વધુ સભ્યો હાજર રહ્યા હતાં. આ કોન્ફરન્સમાં જીએસટી@5, ઈન્ડસ્ટ્રીઝ પ્રોસ્પેક્ટીવ, ટેક્સ ટેકનોલોજી, રોલ ઓફ સીએ ઈન સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ, ટેક્સેસન ઓફ રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેકશન, ઈન્કમટેક્ષ પ્રોસ્પેકટીવ, રેરા કોમ્પ્લાયન્સ જેવા વિવિધ મુદ્દાઓ ઉપર નિષ્ણાતોએ ટેક્ષ કાયદામાં આવેલા વિવિધ ફેરફારોનું તેમના અનુભવ આધારીત કોન્ફરન્સમાં હાજર રહેલા સભ્યોનું માર્ગદર્શન કર્યું હતું


રિજનલ કોન્ફરન્સના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ એકટિંગ ચીફ જસ્ટિસ સીએ (ડો.) વિનિત કોઠારીએ જણાવ્યું હતું કે આપ સૌ જુદા-જુદા વ્યવસાયકર્તાઓને એકાઉન્ટીંગ અને ઓડિટીંગની સર્વિસ આપો છો. તમારા હાર્ડવર્કને ટેકનોલોજીના સંયોજનથી જોડી સોસાયટીનું મજબૂત ઘડતર કરી શકો. સીએ લો ની નીતિમત્તા અને નિયમોનું ચુસ્ત પાલન કરી તમારી આગવી ઓળખ ઉભી કરો અને વિકાસશીલ રાષ્ટ્રના ઘડતરમાં મૂલ્યવાન ફાળો આપો. વન ટેક્ષ વન નેશન સરકારની પોલિસીમાં સમયાંતરે આવતા ફેરફારોને આપ કુશળતાથી સમજી તેના અમલને આસાન બનાવો છો તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.


રિજનલ કોન્ફરન્સના કન્વીનર અને આરસીએમ એન્ડ ચેરમેન ડબલ્યુઆઈઆરસી ઓફ આઈસીએઆઈ સીએ મુર્તુઝા કાચવાલાએ જણાવ્યું હતું કે આજના સમયમાં સીએના વ્યવસાયમાં વિપુલ તકો રહેલી છે, પરંતુ જીએસટી, ઈન્કમટેક્ષ, સ્ટાર્ટઅપ પોલિસી, ટેક્ષ ટેકનોલોજી, રિઅલ એસ્ટેટ ટ્રાન્ઝેકશન, રેરા કોમ્પ્લાયન્સમાં આવતાં ફેરફારો આપણે ટેકનોલોજી અપનાવી ઉદ્યોગકારોનું યોગ્ય માર્ગદશર્ન કરવું જોઈએ. આપણે ભવિષ્યની વાત નથી કરવી પરંતુ વર્તમાનમાં રહી નવી ટેકનોલોજી અને સોફટવેરો આપનાવી વૈશ્વિક માળખું તૈયાર કરવામાં મહત્વનો રોલ અદા કરવાનો છે.


સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર અને કાર્યક્રમના કો-ઓર્ડિનેટર સીએ પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે ડબલ્યુઆઈઆરસીની સેન્ટ્રલ ટીમે કોરોનાકાળનાં વિપરિત સમયમાં 100 ટકા કોમ્પ્યુટરાઈઝેશન અપનાવ્યું છે. જે વિદ્યાર્થી પહેલીવાર સીએ  બને છે તેમને કાઉન્સીલિંગ કરી સમજાવવામાં આવે છે કે તમારી સિગ્નેચર એક જવાબદારી છે. જીએસટીના 5 વર્ષ પૂરા થયા, આ સમયગાળા દરમિયાન ટેક્ષ પેયરને સાચું માર્ગદર્શન આપવાથી સરકારને જે આવક થઈ તેમજ ટેક્ષ પેયરને જીએસટીમાં પડતી તકલીફો સરકાર સમક્ષ રજૂ કરી તેનું નિવારણ લાવવું એ સીએની ફરજ છે. એટલે કે ટેક્ષપેયર અને સરકાર વચ્ચેના જોડતા પુલનું કાર્ય આપણે સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવવાનું છે.


આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે બે દિવસીય રિજનલ કોન્ફરન્સના આયોજનનો મુખ્ય હેતુ સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ પોલીસી, ટેક્ષ ટેકનોલોજી, જીએસીટીના પાંચ વર્ષ પૂરા થયા તે સમયગાળામાં થયેલા ફેરફારો અને વેપારીઓને પડતી મુશ્કેલીનું નિવારણ, રેરામાં થતાં ફેરફારો, ટેક્સેશન ઓફ રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેકશન અને ઈન્કમટેક્ષના કાયદામાં આવેલા ફેરફારોને ટેકનોલોજીકલ સુસંગત બનાવવાનો છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તેમાં ટેક્સ રિટર્ન, ઓડિટીંગ વગેરે વિવિધ ક્ષેત્રો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ દ્વારા તેમના ક્લાયન્ટસને, ઉદ્યોગોને કે ઉદ્યોગ સાહસિકોને સરકાર દ્વારા વાપરવામાં આવતી ટેકનોલોજી અને તે દ્વારા સરકાર પાસે વપરાશકારની સંપૂર્ણ ડેટાની જાણકારી હોવાની વિગતો સમજાવવામાં આવે તે જરૂરી છે. તેનાથી કરદાતાઓને કોમ્પલાયન્સનાં મુદ્દાઓનો સામનો કરવો નહિ પડે અને સરળતાથી કાર્ય થઈ શકશે.


આ કાર્યક્રમમાં આરસીએમ- હિતેશ પોમલ, આરસીએમ- સીએ ચિંતન પટેલ, આરસીએમ- સીએ વિકાસ જૈન તેમજ અમદાવાદ બ્રાન્ચના વાઈસ ચેરપર્સન સીએ અંજલી ચોક્સી, સેક્રટરી નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરી, સીએ સુનીલ સંઘવી, સીએ સુનીત શાહ, સીએ ચેતન જગતિયા, સીએ અભિનવ માલવિયા, સીએ રિકેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


Education Loan Information:

Calculate Education Loan EMI