Ahmedabad : અમદાવાદની ત્રિપદા સ્કૂલમાં લોન કૌભાંડમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તાપસ પૂર્ણ કરી છે અને આ મામલે ત્રિપદા સ્કૂલના સંચાલકોને ક્લીન ચિટ આપી છે. આ સમગ્ર મામલે Ahmedabad DEOએ કહ્યું કે ત્રિપદા સ્કૂલ સ્વનિર્ભર છે. તપાસ રિપોર્ટમાં સ્કૂલે  કરેલી દલીલનો સ્વીકાર કરવામાં આવ્યો છે. 


તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે ફરિયાદી વિનોદ ચાવડા પુખ્ત છે અને પોતે શું  કેર છે તે સમજી શકવા સક્ષમ છે. અરજીમાં શાળા અને શિત્રક વચ્ચે લેણ-દેણ સ્પષ્ટ થાય છે. DEOએ કહ્યું કે રાજ્યની કોઈ પણ ખાનગી સ્કુલ તેના શિક્ષક પર લોન ઉઠાવે તો શિક્ષણ વિભાગ કાર્યવાહી કરી શકતું નથી.  


ઉલ્લેખનીય છે કે ત્રિપદા સ્કૂલ  લોન કૌભાંડની ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોચી હતી. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સ્કૂલે શિક્ષકોના નામે લોન લેતા CMOમાં ફરિયાદ કરવામાં આવી હતી. આરોપ છે કે શિક્ષકોના નામે સંચાલકે બરોબાર આત્મનિર્ભર લોન લઈ લીધી અને શિક્ષકોના નામે લોન લેતા શિક્ષકે વિરોધ કરાતા સંચાલકે શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મૂક્યા. જેથી વિનોદ ચાવડા નામના શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મુકાતા CMOમાં ફરિયાદ કરી હતી.


શિક્ષક વિનોદ ચાવડાની ફરિયાદ મામલે CM તરફથી તપાસના આદેશ અપાયા હતા. સ્કૂલના સંચાલક અર્ચિત ભટ્ટ વિરુદ્ધ શિક્ષકોના નામે આત્મનિર્ભર લોન લેવા મામલે તપાસના આદેશ કરાયા હતા. 


ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન શિક્ષકોને પગારના ચૂકવવો, તેમજ ભૂતકાળમાં ફી મામલે મનમાની કરાતી હોવાની અનેક ફરિયાદો ત્રિપદા સ્કૂલ સામે આવી ચૂકી છે. ત્યારે ફરી એકવાર વિવાદ થતા CMOમાં ફરિયાદ થતા તપાસના આદેશ અપાયા હતા.


આ અંગે ત્રિપદા સ્કૂલે ખુલાસો કર્યો હતો કે, કોરોના દરમિયાન વાલીઓએ ફી નહીં ભરી શકતા સર્વ સંમતિથી લોન લેવાનું નક્કી થયું હતું. જેથી શિક્ષકોનો પગાર થઈ શકે. લોનના ફોર્મ પર હસ્તાક્ષર પણ કર્યા હતા. આ અંગે કોઈ દબાણ કરવામાં આવ્યું નહોતું.





Education Loan Information:

Calculate Education Loan EMI