Bihar News: બિહારના નાલંદા જિલ્લાના નીમકોલ ગામનો રહેવાસી સોનુ નામનો બાળક હાલ સમાચારમાં છે. કારણકે તેણે સીએમ નીતિશ કુમાર સામે પોતાના અભ્યાસ અને દારૂબંધી છતાં પિતાની દારૂ પીવાના વાત ઉઠાવી હતી.
આઈએએસ બનવા માંગે છે વિદ્યાર્થી
5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સોનુ ભણીને આઈએએસ બનવા માંગે છે. પરંતુ તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. તેના પિતા નજીકના બજારમાં દહીં વેચીને ગુજરાન ચલાવે છે પરંતુ ઘર ચલાવવા અને બંને બાળકોને ભણાવવા માટે આવક પૂરતી નથી.
સુશીલ કુમાર મોદીએ શું કરી જાહેરાત
સોનૂના ગામની સરકારી સ્કૂલની સ્થિતિ પણ ઠીક નથી. તેમ છતાં તેણે આ બાબતને લઈ સીએમને મદદની ગુહાર લાગવી છે. ગામલોકોને સોનુ દ્વારા ગામની કિસ્મત બદલાઈ શકે તેવી આશા છે. મુખ્યમંત્રી સામે હિંમતથી પોતાની વાત રાખનારા આ વિદ્યાર્થીની બિહાર ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ મુલાકાત લીધી હતી. નવોદય વિદ્યાલયમાં તેનું એડમિશન કરાવીને દર મહિને તેના ખાતામાં બે હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ
Coronavirus: સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો
Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ ? જાણો શું છે હકીકત
Education Loan Information:
Calculate Education Loan EMI