BOB recruitment 2022:  બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ સિનિયર રિલેશનશિપ મેનેજર, ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર, ગ્રુપ સેલ્સ હેડ (વર્ચ્યુઅલ આરએમ સેલ્સ હેડ) અને ઓપરેશન્સ હેડ-વેલ્થની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે અરજીની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. અરજીની પ્રક્રિયા 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.


ખાલી જગ્યાની વિગતો


આ ભરતી પ્રક્રિયા હેઠળ સિનિયર રિલેશનશિપ મેનેજર, ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર, ગ્રુપ સેલ્સ હેડ (વર્ચ્યુઅલ આરએમ સેલ્સ હેડ) અને ઑપરેશન હેડ-વેલ્થની 346 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેમાંથી 320 વરિષ્ઠ રિલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે, 24 ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર માટે, 1 ગ્રુપ સેલ્સ હેડ (વર્ચ્યુઅલ આરએમ સેલ્સ હેડ) માટે અને 1 ઓપરેશન્સ માટે છે.


ઉંમર મર્યાદા



  • સિનિયર રિલેશનશિપ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 24 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષની હોવી જોઈએ.

  • ઇ-વેલ્થ રિલેશનશિપ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 23 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષની હોવી જોઈએ.

  • ગ્રુપ સેલ્સ હેડ (વર્ચ્યુઅલ આરએમ સેલ્સ હેડ) ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 31 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 45 વર્ષની હોવી જોઈએ.

  • ઓપરેશન હેડ-વેલ્થની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 35 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 50 વર્ષની હોવી જોઈએ.


કેટલી છે અરજી ફી


આ પદો માટે અરજી કરનારા સામાન્ય અને OBC ઉમેદવારો માટે રૂ. 600 અને SC, ST, PWD અને મહિલા ઉમેદવારો માટે રૂ. 100 અરજી ફી છે.  જો તમારે પણ બેંકમાં નોકરી કરવાની ઈચ્છા હોય તો છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ અરજી કરવી જોઈએ. ઘણી વખત છેલ્લા દિવસે અરજી કરતી વખતે સર્વરની કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.


આ પણ વાંચોઃ


Post Office Recruitment 2022: 8 મું પાસ માટે નોકરીનો શાનદાર મોકો, મળશે 60 હજારથી વધુ પગાર, જાણો તમામ વિગત


Education Loan Information:

Calculate Education Loan EMI