Gujarat Monsoon: રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. આજે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાસીયાળી, મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. વરસાદ પડતા ખેતરો જવાના ગાડા માર્ગ અને ગામના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


મહિસાગર જિલ્લામાં સાર્વર્ત્રિક વરસાદ


મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ,બાલાસિનોર તાલુકામાં એક ઇંચ વરસાદ,લુણાવાડા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વીરપુર,ખાનપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદ છે. જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેતીને નુકસાન થ



  • ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા

  • અંકલેશ્વર 2 ઇંચ

  • ઝઘડિયા 1 ઈંચ

  • નેત્રંગ 2 ઇંચ

  • ભરૂચ 1.5 ઇંચ

  • વાલિયા 1 ઇંચ