અમદાવાદ: ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા મે, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ઈન્ટરમિડીયેટની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. મે, 2022માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં ટોચના 50 રેન્કરોમાં અમદાવાદનાં 4 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે.


કુલ 622 વિદ્યાર્થીઓએ બન્ને ગૃપ માટે પરીક્ષા આપી


આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન CA બિશન શાહે સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મે 2022માં યોજાયેલી ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 622 વિદ્યાર્થીઓએ બન્ને ગૃપ માટે પરીક્ષા આપી હતી. જેમાંથી 25 વિદ્યાર્થીઓ બંન્ને ગૃપમાં પાસ થયા હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રુપ 1માં 1244 વિદ્યાર્થીઓમાંથી 136 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 10.93 ટકા છે. ગ્રુપ 2માં 1268 વિદ્યાર્થીઓમાંથી 197 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 15.44 ટકા છે.


સીએ બિશન શાહે અમદાવાદ કેન્દ્રમાંથી ટોચનાં 50માં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓ અંગે પણ જાણકારી આપી હતી. અમદાવાદ કેન્દ્રમાંથી પાર્થ શાહને 15મું, પ્રિયલ પ્રમોદ જૈનનું 41મું સ્થાન મળ્યું છે. ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં અમદાવાદનાં દેવ મનીષ ભંડારીને 47મું સ્થાન અને સાગરભાઈ જોધાભાઈ દેસાઈને 50મું સ્થાન મળ્યું છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈન્સ્ટિટ્યુટ દ્વારા વર્ચ્યુઅલ કલાસીસનાં માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવે છે, જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને પણ તેનો ફાયદો થયો છે. દેશમાં 15મું સ્થાન મેળવનારા પાર્થ શાહ વર્ચ્યુઅલ કલાસીસનાં માધ્યમથી ભણીને સમગ્ર દેશમાં 15મો રેન્ક પ્રાપ્ત કર્યો છે, જે અમદાવાદ ચેપ્ટર

માટે અત્યંત ગૌરવની વાત છે.


આ પ્રસંગે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વાઈસ ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સી, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરી, સીએ ચેતન જગતીયા અને સીએ રિન્કેશ શાહનો સમાવેશ થાય છે.


Education Loan Information:

Calculate Education Loan EMI