Jobs After 12th: હાલમાં જ રાજ્યમાં ધોરણ 12નું પરિણામ આવ્યુ છે, અને વિદ્યાર્થીઓ પણ ધોરણ 12 પછી શું કરવુ એની ચિંતામાં છે, પરંતુ જો તમે એક સારી નોકરી અને સારી કમાણી કરવાના વિચાર સાથે આગળ વધી રહ્યાં છો, તો અહીં અમે તમને કેટલાક સારા ઓપ્શન બતાવીએ છીએ, જે તમને ખુબ મદદરૂપ સાબિત થઇ શકે છે. જોકે કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ અને નાના વર્ગના લોકો હોય છે તેમને ભણવાની સાથે સાથે કમાણી પણ વધુ જરૂરી હોય છે. આમાં માટે પૈસા કમાવવા એ પ્રાથમિકતા બની જાય, તો તમે આ વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો. અહીં કેટલાક કારકિર્દીના ઓપ્શનું લિસ્ટ છે, તમે તમારી રુચિ, લાયકાત અને જરૂરિયાત અનુસાર આમાંથી પસંદ કરી શકો છો.


ઇન્ડિયન આર્મી - 
આ એક એવો ઓપ્શન છે જ્યાં ઓછા અભ્યાસ પછી પણ સારી કારકિર્દી બનાવી શકાય છે, જ્યાં સ્ટેટસ છે, પૈસા છે અને અભ્યાસ પૂરો ના થવાને કારણે કોઈ સમસ્યા નથી. કોઈપણ પ્રવાહમાંથી ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો આ ક્ષેત્રમાં પ્રવેશી શકે છે. જો આ ક્ષેત્ર પસંદ કરવામાં આવે તો તમે આમાં સૉલ્જર ક્લાર્ક, જનરલ ડ્યૂટી, ટેકનિકલ વગેરે જેવી ઘણી પૉસ્ટ પર કામ કરી શકો છો.


ડીઇઓ - 
જો તમને કૉમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરવામાં વાંધો ના આવે તો, તમારા માટે આ ફિલ્ડ બેસ્ટ છે, તમે આ ઓપ્શન પસંદ કરી શકો છો. ડેટા એન્ટ્રી ઓપરેટરના કામ માટે વધારે શિક્ષણની જરૂર નથી અને આમાં કોઈપણ પ્રવાહનો વિદ્યાર્થી પણ જોડાઈ શકે છે. જોકે વાણિજ્યના લોકોને આમાં મહત્વ આપવામાં આવે છે. આ પછી તમે એકાઉન્ટ્સ, ક્લાર્ક, ઓફિસ એડમિનિસ્ટ્રેટર જેવી બીજી કેટલીય પૉસ્ટ પર કામ કરી શકો છો.


સેલ્સ અને માર્કેટિંગ - 
આ એક એવું ફિલ્ડ છે જેમાં ઓછા અભ્યાસ પછી પણ આમાં પ્રવેશ મેળવી શકાય છે. અહીં પણ કોઈપણ પ્રવાહના ઉમેદવારો માટે એન્ટ્રી વે ખુલ્લા છે. આ ક્ષેત્રમાં આવ્યા પછી તમે કસ્ટમર સપૉર્ટ, સેલ્સ એક્ઝિક્યૂટિવ, ડિજિટલ માર્કેટર વગેરે જેવી બીજી કેટલીય જગ્યાઓ પર કામ કરી શકો છો. જો રસ હોય તો તમે આ ક્ષેત્રમાં એન્ટ્રી કરી શકો છો. 


ઇન્ડિયન રેલવે - 
ભારતીય રેલ્વેમાં પણ આવી બીજી કેટલીય નોકરીઓ બહાર પડે છે, જેના માટે લાયકાત માત્ર 12 પાસ છે. સમયાંતરે બહાર પડતી આ ખાલી જગ્યાઓ પર નજર રાખો અને અરજી કરો. રેલવેમાં મોટી સંખ્યામાં લોકો અરજી કરે છે, પરંતુ અહીં નોકરીની વાત કંઈક અલગ છે. એક વાર નોકરી મળી જાય પછી હવે કોઈ સમસ્યા નથી રહેતી.


 


Education Loan Information:

Calculate Education Loan EMI