CBSE 10th Result 2023: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપી છે તેઓ હવે સત્તાવાર વેબસાઇટ પર તેમનું પરિણામ જોઈ શકે છે. બોર્ડે આજે સવારે જ 12માનું પરિણામ પણ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) cbse.gov.in અને cbseresults.nic.in ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને ધોરણ 10, 12માનું પરિણામ જોઈ શકે છે. પરિણામ ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. પરિણામ કેવી રીતે તપાસવું તે તમે નીચે જોઈ શકો છો.


ધોરણ 10 નું 93.12 % પરિણામ આવ્યું છે. દેશભરમાંથી 21.65 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષની તુલનાએ પરિણામ ની ટકાવારીમાં 1.28 %  ઘટાડો થયો છે. અજમેર વિભાગનું સૌથી વધુ 97.27 % પરિણામ આવ્યું છે.  વિદ્યાર્થીઓની તુલના એ વિધાર્થિનીઓએ પરિણામમાં બાજી મારી છે. વિદ્યાર્થીનીઓનું 94.25, વિદ્યાર્થીઓનું પરિણામ 92.27 % આવ્યું છે.


CBSE 10મું, 12મું પરિણામ 2023: પરિણામ કેવી રીતે તપાસવું તે અહીં જુઓ


સ્ટેપ 1: CBSE ની સત્તાવાર વેબસાઇટ, cbseresults.nic.in અથવા cbse.gov.in ની મુલાકાત લો.
સ્ટેપ 2: હોમ પેજ પર, 'CBSE 12મું પરિણામ ડાયરેક્ટ લિંક', 'CBSE 10મું પરિણામ ડાયરેક્ટ લિંક' પર ક્લિક કરો.
સ્ટેપ 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
સ્ટેપ 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
સ્ટેપ 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકે છે અને તેને પોતાની પાસે રાખી શકે છે.






UMANG એપ પર આ રીતે જુઓ પરિણામ


UMANG એપ્લિકેશનમાંથી CBSE 10માનું પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે umang.gov.in ની મુલાકાત લો.


અહીં તમારું એકાઉન્ટ બનાવો અને મોબાઇલ નંબર સાથે નોંધણી કરો.


હવે લોગિન કરો અને CBSE વર્ગ 10 ની માર્કશીટ ટેબ પર ક્લિક કરો.


આમ કરવાથી તમને જરૂરી ઓળખપત્રો માટે પૂછવામાં આવશે.


તેમને ભરો અને સબમિટ કરો.


આમ કરવાથી તમારા CBSE બોર્ડના 10મા માર્કસ જોવા મળશે.


CBSE 10મી, 12મી બોર્ડની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવી હતી?


CBSEની ધોરણ 10, 12ની બોર્ડ પરીક્ષા 2023 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થઈ હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 5 એપ્રિલ સુધી ચાલી હતી.


કુલ કેટલા વિદ્યાર્થીઓ CBSE પરીક્ષામાં બેસવા માટે લાયક હતા?


આંકડાઓની વાત કરીએ તો, આ વર્ષે 10મા અને 12માના કુલ 39 લાખ (38,83,710) લાયક વિદ્યાર્થીઓ હતા, જેમાં 10માના 21 લાખ (21,86,940) અને 12માના લગભગ 17 લાખ (16,96,770) વિદ્યાર્થીઓ હતા.  


Education Loan Information:

Calculate Education Loan EMI