નવી દિલ્હીઃ સીબીએસઈ બોર્ડની 10મા અને 12માની બાકી રહેલી પરીક્ષા યોજવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાએ પરીક્ષા યોજવા અંગે અસમર્થ હોવાનું સોગંદનામું દાખલ કર્યુ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, 10મા અને 12માની 1 થી 15 જુલાઈ સુધી યોજાનારી પરીક્ષાને કેન્સલ કરી દેવામાં આવી છે.

આજે સુપ્રીમ કોર્ટમાં થયેલા સુનાવણી દરમિયાન બોર્ડે આ નિર્ણયની જાણકારી આપી હતી. હવે હવે કયા આધારે સ્ટુડન્ટ્સને માર્ક આપવામાં આવશે તથા રિઝલ્ટ તૈયાર કરશે તે પણ જણાવ્યું હતું. સીબીએસઈ અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પક્ષ રાખ્યો હતો. જ્યારે દિલ્હી, ઓડિશા, મહારાષ્ટ્ર સરકાર તરફથી પરીક્ષા ન યોજવાની અરજી પર વકીલ ઋષિ મલ્હોત્રાએ પક્ષ રાખ્યો હતો.

બોર્ડે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, 12માના વિદ્યાર્થીઓને વિકલ્પ આપવામાં આવશે. તેમને સ્કૂલમાં થયેલા છેલ્લી ત્રણ પરીક્ષાના તેમના પરફોર્મન્સના આધારે અંક અપાશે. આ ઉપરાંત તેમને થોડા મહિના બાદ યોજાનારી ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષામાં સામેલ થવાનો વિકલ્પ પણ અપાશે. સ્ટુડન્ટ ઈચ્છે તો ઈમ્પ્રૂવમેન્ટ એક્ઝામ આપીને પોતાનો સ્કોર સુધારી શકશે.


આ પહેલા બાકી રહેલી સીબીએસઈ બોર્ડની પરીક્ષાને લઈ કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મંગળવારે તેના પર સુનાવણી થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 25 જૂન બપોરે 2 વાગ્યા સુધીમાં અંતિમ નિર્ણય જાહેર કરાશે.



સીબીએસઈની બાકી રહેલી પરીક્ષામાં દેશભરમાં 31 લાખથી વધારે વિદ્યાર્થીઓ સામેલ થવાના હતા. સીબીએસઈ દ્વારા બાકી રહેલી પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવી છે, જેની સીધી અસર કેન્દ્રીય યુનિવર્સિટીની પ્રવેશ પ્રકિયાની સાથે JEE મેન અને NEET 2020 સહિત રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા પર પણ પડશે.

Education Loan Information:

Calculate Education Loan EMI