નીતિન પટેલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ લેબ પર જઈને ટેસ્ટ કરાવે છે, તો તેને ટેસ્ટ માટે રૂપિયા 2500 ચૂકવવાના રહેશે. તેમજ જો ખાનગી લેબ ઘરે અથવા હોસ્પિટલે આવીને સેમ્પલ કલેક્ટર કરે તો આવા ટેસ્ટ માટે રૂપિયા 3000 હજાર ચૂકવવાના રહેશે. આ ભાવ ઘટાડાનો અમલ આજથી જ લાગું કરવામાં આવ્યો છે.
આ સાથે નીતિન પટેલે ખાનગી લેબોને સૂચના આપી છે કે, આ ભાવ ઘટાડાનો અમલ તેમણે આજથી જ કરવાનો છે. તેમજ જો કોઇ લેબ હવે વધારે ચાર્જ વસૂલ કરશે, તો તેમની માન્યતા રદ કરી દેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ અંગે કોઈ નાગરિક ફરિયાદ કરે અને તે સાબિત થશે, તો તાત્કાલિક અસરથી લેબોરેટરીની માન્યતા રદ કરી દેવામાં આવશે. જેથી ખાનગી લેબોને નક્કી કરેલો ચાર્જ જ વસૂલ કરવા નીતિન પટેલે સૂચના આપી છે.