CBSE Board Exam 2024: CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ હતી. પરંતુ CBSE ધોરણ 10મા અને 12મા મુખ્ય વિષયોની પરીક્ષા 19 ફેબ્રુઆરી, 2024થી શરૂ થઈ ગઈ છે. CBSE બોર્ડ પરીક્ષા 2024 માં સફળ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ પ્રાપ્ત કરવા જરૂરી છે. જો વિદ્યાર્થીને કોઈપણ વિષયમાં ઓછા માર્કસ આવે તો તેને નાપાસ જાહેર કરવામાં આવશે અથવા તેણે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા પાસ કરીને પ્રમાણપત્ર મેળવવું પડશે.


CBSE બોર્ડની પરીક્ષા 2024માં બેસતા ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં લઘુત્તમ માર્ક્સ માટેની ફોર્મ્યુલા જાણતા નથી. જો તમે અભ્યાસમાં નબળા છો અને તમને લાગે છે કે તમે ખૂબ સારા ગુણ મેળવી શકશો નહીં, તો પણ તમારે ઓછામાં ઓછા પાસિંગ માર્કસ મેળવવા અને પાસ પ્રમાણપત્ર મેળવવા માટે પૂરતી મહેનત કરવી જોઈએ. આ તમને એક વર્ષ બગાડતા બચાવશે.


CBSE બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે?


સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 10મી અને 12મીની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે. આ વર્ષે CBSE બોર્ડ ન તો મેરિટ લિસ્ટ જાહેર કરશે કે ના તો ડિસ્ટિંક્શન અથવા ડિવિઝન આપશે. નોંધનીય છે કે આ વર્ષે CBSE બોર્ડ ટોપરનું નામ પણ જાહેર કરવામાં આવશે નહીં. પરંતુ આનો અર્થ એ પણ નથી કે બોર્ડે મિનિમમ પાસિંગ માર્ક્સ પણ નક્કી નથી કર્યા.


CBSE બોર્ડના પરિણામમાં ઓછા માર્ક્સ આવે તો શું થશે?


જો CBSE બોર્ડના ધોરણ 10મા, 12માના વિદ્યાર્થીએ એક અથવા બે વિષયોમાં ન્યૂનતમ ગુણ કરતાં ઓછા ગુણ મેળવ્યા હોય તો તેને તેના કમ્પાર્ટમેન્ટ તરીકે ગણવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ તેમના બોર્ડ પરીક્ષાના ગુણ સુધારવા માટે બોર્ડની પૂરક અથવા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2024માં બેસી શકે છે. કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2024નુ નોટિફિકેશન CBSE બોર્ડ પરિણામ 2024ની જાહેરાત બાદ જાહેર કરવામાં આવશે. આ માટે cbse.gov.in પર અપડેટ્સ તપાસતા રહો.


તમે કેટલા માર્કસ પર નાપાસ થશો?


CBSE બોર્ડની 10મી, 12મીની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીએ મુખ્ય પરીક્ષા સાથે આંતરિક મૂલ્યાંકન પાસ કરવું પડશે. બોર્ડ પરીક્ષા 2024ની શરૂઆત પહેલા દરેક શાળામાં દરેક વિષય માટે આંતરિક મૂલ્યાંકન પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં પ્રોજેક્ટ, લેબ વર્ક વગેરેનો સમાવેશ થતો હતો. આમાં પણ વિદ્યાર્થીએ પાસ થવું ફરજિયાત છે. જો વિદ્યાર્થીના કોઈપણ વિષયમાં 33 કરતા ઓછા માર્કસ હશે તો તેને નાપાસ ગણવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI