CBSE Board Exam 2026: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ 2026ની બોર્ડ પરીક્ષાઓની ફાઇનલ ડેટશીટ જાહેર કરી દીધી છે. CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે.

Continues below advertisement

  • ધોરણ 10ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલશે.
  • ધોરણ 12ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ 2026 સુધી ચાલશે.
  • તમામ પરીક્ષાઓ સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. વિષય મુજબ સમય 12:30 અથવા 1:30 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે.

ધોરણ 10ની પરીક્ષા વર્ષમાં બે વાર

CBSE એ જણાવ્યું છે કે સત્ર 2026 થી ધોરણ 10 માટે વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા લેવામાં આવશે, જે નવી શિક્ષણ નીતિ (NEP 2020) માં સૂચવવામાં આવ્યું છે. બોર્ડે પ્રથમ વખત 24 સપ્ટેમ્બર 2025 ના રોજ સંભવિત (Tentative) ડેટશીટ જાહેર કરી હતી જેથી વિદ્યાર્થીઓ અને શાળાઓ અગાઉથી તૈયારી કરી શકે. તમામ શાળાઓએ તેમના વિષય સંયોજન (subject combinations) નો ડેટા મોકલી આપ્યા બાદ, હવે પરીક્ષાના 110 દિવસ પહેલાં ફાઇનલ ડેટશીટ જાહેર કરવામાં આવી છે.

CBSE ધોરણ 10ની ડેટશીટ

તારીખ સમય કોડ વિષય
મંગળવાર, 17 ફેબ્રુઆરી 10:30 AM થી 01:30 PM 041 / 241 ગણિત (સ્ટાન્ડર્ડ / બેઝિક)
બુધવાર, 18 ફેબ્રુઆરી 10:30 AM થી 01:30 PM 064 હોમ સાયન્સ
શુક્રવાર, 20 ફેબ્રુઆરી 10:30 AM થી 12:30 PM 407, 412, 415, 416, 418, 419 બ્યુટી એન્ડ વેલનેસ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, મલ્ટીમીડિયા, મલ્ટી-સ્કિલ ફાઉન્ડેશન, ફિઝિકલ એક્ટિવિટી ટ્રેનર, ડેટા સાયન્સ
શનિવાર, 21 ફેબ્રુઆરી 10:30 AM થી 01:30 PM 101 / 184 અંગ્રેજી (કોમ્યુનિકેટિવ / લેંગ્વેજ એન્ડ લિટરેચર)
સોમવાર, 23 ફેબ્રુઆરી 10:30 AM થી 01:30 PM 003–011, 089 ઉર્દૂ, પંજાબી, બંગાળી, તમિલ, મરાઠી, ગુજરાતી, મણિપુરી, તેલુગુ
બુધવાર, 25 ફેબ્રુઆરી 10:30 AM થી 01:30 PM 086 વિજ્ઞાન
ગુરુવાર, 26 ફેબ્રુઆરી 10:30 AM થી 12:30 PM 401–422 રિટેલ, સિક્યોરિટી, ઓટોમોટિવ, બેન્કિંગ, હેલ્થ કેર વગેરે
શુક્રવાર, 27 ફેબ્રુઆરી 10:30 AM થી 12:30 PM 165, 402, 417 કોમ્પ્યુટર એપ્લિકેશન, આઇટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
સોમવાર, 2 માર્ચ 10:30 AM થી 01:30 PM 002 / 085 હિન્દી (કોર્સ A / B)
શનિવાર, 7 માર્ચ 10:30 AM થી 01:30 PM 087 સામાજિક વિજ્ઞાન
મંગળવાર, 10 માર્ચ 10:30 AM થી 01:30 PM 018 ફ્રેન્ચ

CBSE ધોરણ 12ની ડેટશીટ 

તારીખ સમય કોડ વિષય
મંગળવાર, 17 ફેબ્રુઆરી 10:30 AM થી 01:30 PM 045, 066 બાયોટેક્નોલોજી, આંત્રપ્રેન્યોરશિપ (Entrepreneurship)
બુધવાર, 18 ફેબ્રુઆરી 10:30 AM થી 01:30 PM 048 ફિઝિકલ એજ્યુકેશન
શુક્રવાર, 20 ફેબ્રુઆરી 10:30 AM થી 01:30 PM 042 ભૌતિક વિજ્ઞાન (Physics)
શનિવાર, 28 ફેબ્રુઆરી 10:30 AM થી 01:30 PM 043 રસાયણ વિજ્ઞાન (Chemistry)
ગુરુવાર, 12 માર્ચ 10:30 AM થી 01:30 PM 001, 301 અંગ્રેજી (ઇલેક્ટિવ / કોર)
સોમવાર, 16 માર્ચ 10:30 AM થી 01:30 PM 002, 302 હિન્દી (ઇલેક્ટિવ / કોર)
બુધવાર, 18 માર્ચ 10:30 AM થી 01:30 PM 030 અર્થશાસ્ત્ર (Economics)
સોમવાર, 23 માર્ચ 10:30 AM થી 01:30 PM 028 રાજનીતિ વિજ્ઞાન (Political Science)
બુધવાર, 25 માર્ચ 10:30 AM થી 01:30 PM 065, 083 ઇન્ફોર્મેટિક્સ પ્રેક્ટિસિઝ, કોમ્પ્યુટર સાયન્સ
ગુરુવાર, 27 માર્ચ 10:30 AM થી 01:30 PM 044 જીવવિજ્ઞાન (Biology)
શનિવાર, 28 માર્ચ 10:30 AM થી 01:30 PM 054 બિઝનેસ સ્ટડીઝ
સોમવાર, 30 માર્ચ 10:30 AM થી 01:30 PM 027 ઇતિહાસ (History)
શનિવાર, 4 એપ્રિલ 10:30 AM થી 01:30 PM 039 સમાજશાસ્ત્ર (Sociology)
ગુરુવાર, 9 એપ્રિલ 10:30 AM થી 12:30 PM 821, 829, 844 મલ્ટીમીડિયા, ટેક્સટાઇલ ડિઝાઇન, ડેટા સાયન્સ

 

Continues below advertisement

Education Loan Information:

Calculate Education Loan EMI