સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ડિસેમ્બર 2024માં યોજાયેલી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) નું પરિણામ આજે, 9 જાન્યુઆરી, 2025ના રોજ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. પરીક્ષા આપનારા ઉમેદવારો હવે CTET ની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.
CTET પરિણામ 2024 કેવી રીતે તપાસવું
-સૌ પ્રથમ CTET ની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જાવ.
-હોમપેજ પર "CTET Result 2024" લિંક પર ક્લિક કરો.
-તમારી લોગિન ડિટેઇલ્સ (રોલ નંબર અને જન્મ તારીખ) દાખલ કરો અને સબમિટ કરો.
-તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે
-રિઝલ્ટનો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઇ લો.
CTET પ્રમાણપત્ર અને માર્કશીટ DigiLocker પર ઉપલબ્ધ થશે
CTET માર્કશીટ અને પાત્રતા પ્રમાણપત્ર ડિજિટલી સહીવાળા હશે અને IT એક્ટ મુજબ કાયદેસર રીતે માન્ય રહેશે. આ વર્ષે CBSE તમારા પોસ્ટલ સરનામે પ્રમાણપત્ર મોકલશે નહીં, તેથી બધા ઉમેદવારોએ તેને તેમના DigiLocker એકાઉન્ટમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે.
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી સંયુક્ત પ્રવેશ પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સેશન-1ની પરીક્ષા 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે યોજાશે. નોંધનીય છે કે પરીક્ષાના ત્રણ દિવસ પહેલા એડમિટ કાર્ડ આપવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને શિડ્યૂલ ચેક કરી શકે છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપ્સ મારફતે શિડ્યૂલ પણ ચકાસી શકે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી દર વર્ષે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે છે, જેમાંથી માત્ર થોડા ઉમેદવારો જ સફળ થાય છે. આ પરીક્ષા માટે દેશભરના વિવિધ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે. એટલું જ નહીં, પરીક્ષા યોજવા માટે અન્ય ઘણા દેશોમાં પરીક્ષા કેન્દ્રો પણ બનાવવામાં આવશે. JEEનું સત્ર 2 1 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન યોજાશે. આ માટે સેશન-1નું પરિણામ જાહેર થયા પછી રજિસ્ટ્રેશન શરૂ થશે.
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
Education Loan Information:
Calculate Education Loan EMI