Saurashtra Oil Mill Association: સૌરાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનના પૂર્વ પ્રમુખને કોર્ટે દોઢ વર્ષની જેલની સજા સંભળાવી છે. સોમાના પૂર્વ પ્રમખ સમીર શાહ અને શ્યામ શાહને દોઢ-દોઢ વર્ષની સજા એક ચેક રિર્ટન કેસમાં થતાં ખળભળાટ મચી ગયો છે. બેન્ક ઓફ ઇન્ડિયામાંથી 21 કરોડની કેશ ક્રેડિટ લૉન મામલે આ કેસ ચાલ્યો હતો અને બાદમાં દોષિત થતાં અને સજા સંભળાવવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહ અને શ્યામ શાહને એક ચેક રિટર્ન કેસમાં સજા મળી છે, રાજકોટ કોર્ટે સમીર શાહ અને શ્યામ શાહને આ કેસને લઇને દોઢ-દોઢ વર્ષની સજા સંભળાવી છે. ખાસ વાત છે કે, બેન્ક ઓફ ઇન્ડિયામાંથી 21.55 કરોડની કેશ ક્રેડિટ લૉન લીધી હતી અને બાદમાં 65 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક રિટર્ન થતા બેન્કે બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે કોર્ટ મારફતે ચૂકાદો આવ્યો છે.
ચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિકને દોઢ વર્ષની સજા, જાણો શું છે મામલો -
રાજકોટમાં તેલીબિયાં રાજા ગણાતા અને રાજમોતી મીલના માલિક, સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહને કેશ ક્રેડિટ લૉન મામલે ચેક રિટર્ન કેસમાં કોર્ટે દોઢ વર્ષની જેલની સજા સંભળાવી છે. તેમજ જો વળતરની ચૂકવણી સમયસર કરવામાં નહીં આવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ મીલ માલિકોએ ધંધાના વિકાસ અર્થે બેંકમાંથી 21.25 કરોડની કેશ ક્રેડિટ લૉન માટે મંજૂરી માંગી હતી. જો કે સમયસર આ લૉનની ચૂકવણી કરવામાં આવી નહોતી જેથી ઓવરડ્યૂ રકમની ચૂકવણી કરવા બંને ભાગીદાર ભાઈઓએ તેમની કંપની તરફથી રુપિયા 65 લાખનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં બેંક દ્વારા ભાઈઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
દાખલ કરાયેલા કેસ અદાલતમાં પહોંચતા બંને મીલ માલિક ભાઈઓ સમીર શાહ અને શ્યામ શાહને દોઢ-દોઢ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમજ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, નિયત સમયમર્યાદામાં જો બેંક દ્વારા લેણાંની રકમ ચૂકવવામાં નહીં આવે તો બંને ભાઈઓની સજામાં 6-6 માસનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો