સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા 10મા અને 12મા ધોરણના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. એડમિટ કાર્ડ CBSEની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ CBSEની ટર્મ-2 પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.  


CBSE તરફથી ધોરણ 10મા અને 12મા ધોરણની ટર્મ-2 બોર્ડ પરીક્ષાનું આયોજન કરશે 26 એપ્રિલ 2022થી કરવામાં આવશે. કોરોનાની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.


તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓ પોતાનું એડમિટ કાર્ડ CBSEની સત્તાવાર વેબસાઈટ ઉપરાંત પોતાની શાળામાંથી પણ લઈ શકશો. CBSE તરફથી ટર્મ-2 પરીક્ષા માટે જારી કરવામાં આવેલ ડેટ શીટ પ્રમાણે ધોરણ-10ની પહેલી પરિક્ષા પેન્ટિંગ છે જ્યારે ધોરણ 12ની પહેલી પરીક્ષા આંત્રપ્રેન્યોરશિપ વિષયની હશે.


આ રીતે ડાઉનલોડ કરો


1. સૌ પ્રથમ તમારે CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જવાનું રહેશે.
2. આ પછી હોમ પેજ પર આપેલ 10માં અને 12માંના એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.
3. હવે માગવામાં આવેલી માહિતી ભરીને લોગ ઈન કરો.
4. આ પછી તમારું એડમિટ કાર્ડ તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
5. તમે તેને ચેક કર્યા પછી ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ આઉટ પણ કાઢી લો.


ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરી કરવાની સોનેરી તક
રબર બોર્ડે પોતાની સત્તાવાર વેબસાઈટ પર ફીલ્ડ ઓફિસરના 34 પદોની ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ ભરતી માટે 2 મે 2022 સુધી કે તે પહેલા અરજી કરી શકે છે. રબર બોર્ડ ભરતી 202 નોકરી નોટિફિકેશન માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી કૃષિ કે વનસ્પતી વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન સહિત કેટલીક અન્ય શૈક્ષણિક યોગ્યતા હોવી જોઈએ.


આવેદન કરવા માગતા ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઈટ rubberboard.gov.in પર જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં  આવેદન પ્રક્રિયા, વય મર્યાદા, યોગ્યતા,અનુભવ, પસંદગી પ્રક્રિયા અને અન્ય ડિટેલ્સ જોઈ શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ-6 હેઠળ 4200 રૂપિયાના ગ્રેડ પે પર 9300થી 34800 સુધીનો પગાર મળશે.


આવેદન કરવા માટે વય મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/ અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. અરજી માત્ર ઓનલાઈન જ સ્વિકારવામાં આવશે. ઉમેદવાર આ ભરતી માટે 2 મે સુધી અરજી કરી શકે છે. તેના માટે વેબસાઈટ પર જાવ અને તમારા માન્ય ઈમેલની મદદથી રજિસ્ટર કરો. આ ઉપરાંત અન્ય માહિતી ઉમેદવાર નોટિફિકેશનમાં ચેક કરી શકે છે.


Education Loan Information:

Calculate Education Loan EMI