રાજકોટ:  ગુજરાત કોંગ્રેસમાં હાલમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. રાજકોટ પાટીદાર કોંગ્રેસમાં સ્થાન ન આપતા નારાજગી જોવા મળી રહી છે. મોડી રાત્રે રાજકોટની ભાગોળે પાર્ટી પ્લોટમાં આ અંગે બેઠક મળી હતી. પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરીયા અને પાટીદાર આગેવાન મિતુલ દોગા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં નારાજ પાટીદારોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપવાની તૈયારીઓ બતાવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીનો પાટીદારીમાં વિરોધ છે. અદંર ખાને ચાલી રહેલો આ બળવો આગામી સમયમાં ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે.

Continues below advertisement

“રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવો” કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી માંગ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાહુલ ગાંધીને ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવાની હિમાયત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષ લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરે છે અને જે કોઈ આ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છે છે તે આમ કરવા માટે સ્વતંત્ર છે. સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો ત્યાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ બન્યા હતા.

Continues below advertisement

CM ભૂપેશ બઘેલે પીટીઆઈને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું, "કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે અને જેઓ ચૂંટણી લડવા માંગે છે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે સ્વતંત્ર છે, હું માનું છું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવું જોઈએ. તેમની ટિપ્પણી 23 નેતાઓના જૂથ (G-23) દ્વારા પાર્ટી સંગઠનમાં આમૂલ પરિવર્તનની હાકલ કર્યા પછી આવી છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને જોતા કોંગ્રેસમાં પરિવર્તનની માંગ વધી છે.પાર્ટીએ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની સામે  સત્તા ગુમાવી દીધી.

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં હાર અંગે CM ભુપેશ બઘેલે કહ્યું, “ચૂંટણી આવે છે અને જાય છે, આપણે આનાથી નિરાશ ન થવું જોઈએ. આપણે આગળ વધવું જોઈએ." ગયા મહિને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ નિર્ણય લીધો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી સુધી સોનિયા ગાંધી પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખશે.સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે તેઓ પાર્ટીના હિતમાં "દરેક બલિદાન માટે" તૈયાર છે.