અત્યાર સુધી, દેશની મોટાભાગની ખાનગી શાળાઓમાં જે ચિત્ર જોવા મળ્યું છે તે એ છે કે, વર્ગખંડમાં અંગ્રેજી બોલવા પર ભાર મૂકવામાં આવે છે, માતૃભાષા બોલવા પર વાંધો છે અને હિન્દી બોલવામાં ખચકાટ અનુભવાય છે. પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાવા જઈ રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શાળાઓને એક મોટો નિર્દેશ જાહેર કર્યો છે, જેમાં તમામ સંલગ્ન શાળાઓને તેમના વિદ્યાર્થીઓની માતૃભાષાને પણ મહત્વ આપવાનું કહેવામાં આવ્યું છે.

Continues below advertisement


 આ નવી ગાઇડલાઇન દ્વારા, CBSE એ સ્પષ્ટ કર્યું છે કે માતૃભાષા ફક્ત ઘરની દિવાલો સુધી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ તેનો પડઘો શાળાની દિવાલોમાં પણ પડવો જોઈએ. બોર્ડ માને છે કે બાળકોનો સંપૂર્ણ વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે તેમને એવી ભાષામાં વિચારવાની અને સમજવાની તક મળે જેમાં તેમના હૃદય અને મનને આરામદાયક લાગે.


ભાષા અંગે CBSE એ નવી ગાઇડલાઇન જાહેર કરી


ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશભરની CBSE શાળાઓમાં, ખાસ કરીને પ્રાથમિક વર્ગોમાં, અંગ્રેજીનો ઉપયોગ મુખ્ય શિક્ષણ ભાષા તરીકે થાય છે. આ જ કારણ છે કે, ઘણા બાળકોને શરૂઆતથી જ ભાષાકીય બોજનો સામનો કરવો પડે છે. સીબીએસઈનો આ નવો નિર્ણય ફક્ત બાળકોના મૂળને મજબૂત બનાવશે જ નહીં પરંતુ શિક્ષણ પ્રણાલીમાં દેશની ભાષાકીય વિવિધતાને સન્માન સાથે સ્થાન આપવાનો છે.


સીબીએસઈની નવી ગાઇડલાઇન  અનુસાર, શાળાઓમાં પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 2 સુધીના બાળકોના શિક્ષણને હવે 'પાયાના તબક્કા' તરીકે ગણવામાં આવશે. આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની ભલામણો હેઠળ લાવવામાં આવ્યો છે. આ તબક્કે વિદ્યાર્થીઓને જે  શિક્ષણ આપવામાં આવશે તે તે માતૃભાષાના માધ્યમથી અપાશે, આ પાયાના શિક્ષણની ભાષ। માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા હોવી જોઈએ,  જે બાળકો પહેલાથી જ સમજે છે. જેથી તેમનોપાયો પાક્કો થાય અને ભાષાને સીખવાનો બોજ નાની વયથી ન વધે.


શાળાને ઝડપથી NCF અમલીકરણ સમિતિની રચના કરાવા આદેશ


CBSE એ આ ભણવાની આ ભાષાને  'R1' નામ આપ્યું છે અને કહ્યું છે કે તેને આદર્શ રીતે બાળકોની માતૃભાષા તરીકે અપનાવવી જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે શરૂઆતના વર્ગોમાં, શિક્ષણ એવી ભાષામાં આપવું જોઈએ જે બાળકના મન અને હૃદય સાથે જોડાયેલી હોય, જેને તે અનુભવી શકે અને જેમાં તે પોતાની જાતને સરળતાથી વ્યક્ત કરી શકે. સીબીએસઈએ તેના પરિપત્રમાં તમામ શાળાઓને મે મહિનાના અંત સુધીમાં 'એનસીએફ અમલીકરણ સમિતિ' બનાવવા જણાવ્યું છે. આ સમિતિ વિદ્યાર્થીઓની માતૃભાષા અને ભાષા સંસાધનોનો નકશો બનાવશે. શાળાઓને ભાષા મેપિંગ કવાયત શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.


 


Education Loan Information:

Calculate Education Loan EMI