Railway: સોમનાથ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થવા જઇ રહી છે. .સોમવારે પ્રધાન મંત્રી ટ્રેનને  લીલી ઝંડી આપશે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વંદે ભારત ટ્રેન શરૂ કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી ટ્રેન શરૂ થયા બાદ સોરઠના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. તો બીજી તરફ ગુજરાતને અન્ય 2 સુપરફાસ્ટ ટ્રેનનો પણ લાભ મળશે. પશ્ચિમ રેલવેએ ગુજરાતથી મહારાષ્ટ્ર 2 તેજસ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાવનું નક્કી કર્યું છે.  30 જૂન સુધી પશ્ચિમ રેલવે વિશેષ ટ્રેન દોડશે. મુંબઈથી રાજકોટ અને ગાંધીધામની બે સુપરફાસ્ટ તેજસ ટ્રેન  શરૂ કરાઈ છે. બંન્ને  ટ્રેનને બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ અને વિરમગામ સ્ટેશન પર સ્ટોપેજ મળશે.                                         

Continues below advertisement

ગુજરાતથી દોડશે આ ટ્રેન

તેવી જ રીતે, ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે અમદાવાદ, ગાંધીધામ, વડોદરા, વલસાડ, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરે પરથી 16  જોડી ટ્રેનો દોડાવવામાં આવે છે. પશ્ચિમ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ ખાસ ટ્રેનોમાં લગભગ ૩૦૦ જનરલ સેકન્ડ ક્લાસ કોચ ઉમેરવામાં આવ્યા છે, જે સ્થળાંતરિત કામદારોને તેમના વતન પહોંચવા માટે ખાસ ફાયદાકારક સાબિત થશે."મુસાફરોના વધારાના ધસારાને ઓછો કરવા માટે મધ્ય રેલવેએ મુંબઈ-નાગપુર/કરમાલી/તિરુવનંતપુરમ વચ્ચે 356  ઉનાળુ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પુણે-નાગપુર વચ્ચે અને દૌંડ-કલબુર્ગી વચ્ચે અને નાંદેડ સુધી પણ દોડશે ટ્રેન

Continues below advertisement

વર્તમાન ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 29 જોડી સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ  કરી છે જેમાં વિવિધ સ્થળોએ 930 ટ્રીપ ચલાવવામાં આવી છે. આમાંથી, 376 ટ્રિપ્સવાળી 16 જોડી ટ્રેનો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને રાજસ્થાન માટે હશે, જ્યારે 140 ટ્રિપ્સવાળી 7 જોડી ટ્રેનો બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા પૂર્વીય રાજ્યોમાં સેવા આપી રહી છે.

તેમ  જ તેલંગાણા અને કર્ણાટક રાજ્યો માટે 106 ટ્રીપ ધરાવતી બે જોડી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ઉધના (સુરત ઝોન) ના મુસાફરોને સેવા આપવા માટે, 192  ટ્રીપવાળી છ જોડી મૂળ ખાસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 348 ટ્રીપવાળી  14 પેર ટ્રેનો ઉધના અથવા ભેસ્તાન થઈને પસાર થઈ રહી છે.

.