CBSE: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ના પરિણામો 2025 જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ - cbseresults.nic.in અને results.cbse.nic.in પર જઈને પરિણામ જોઇ શકશો. આ વર્ષે કુલ 44 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. 

CBSE પાસ કરવા માટે કેટલા ટકા ગુણ જરૂરી છે?

સીબીએસઈની માર્ગદર્શિકા મુજબ, કોઈપણ વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. ધોરણ 10 માટે આ ગુણને કુલ (એટલે ​​કે થિયરી અને આંતરિક મૂલ્યાંકન સંયુક્ત) આધારે ગણવામાં આવે છે, જ્યારે ધોરણ 12માં વિદ્યાર્થીઓએ થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં અલગથી ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવા જરૂરી છે. જો કોઈ વિદ્યાર્થી ખૂબ જ ઓછા માર્જિન (જેમ કે 1 ગુણ) થી પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ જાય તો બોર્ડ તેને ગ્રેસ માર્ક્સ એટલે કે વધારાના ગુણ આપવાનું નક્કી કરી શકે છે.

CBSE બોર્ડના પરિણામો આ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ થશે

CBSE એ વિદ્યાર્થીઓને જાણ કરી છે કે પરિણામ જાહેર થયા પછી તેઓ સત્તાવાર વેબસાઇટ્સ - cbse.gov.in, cbseresults.nic.in અને results.cbse.nic.in ની મુલાકાત લઈને તેમના સ્કોરકાર્ડ ચકાસી શકે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડિજીલોકર એપ દ્વારા તેમની ડિજિટલ માર્કશીટ અને પ્રમાણપત્રો પણ મેળવી શકે છે. બોર્ડ વિદ્યાર્થીઓના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS મોકલીને ડિજીલોકર લોગિન આઈડી અને એક્સેસ કોડ શેર કરશે જેથી તેઓ સરળતાથી લોગિન કરી શકે. આ સાથે વિદ્યાર્થીઓ ઉમંગ એપ અને એસએમએસ સેવા દ્વારા પણ પરિણામ જોઇ શકશે.

CBSE નું પરિણામ કેવી રીતે ચેક કરવું?

સૌ પ્રથમ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાવ.

હોમપેજ પર તમને ધોરણ 12ના પરિણામનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.

તમારી સામે લોગિન પેજ ખુલશે, તમારા ક્રેડેન્શિયલ દાખલ કરો અને લોગિન કરો. આમાં નોંધણી નંબર અને જન્મ તારીખ જેવી માહિતીની જરૂર પડી શકે છે.

આ પછી તમારું પરિણામ તમને બતાવવામાં આવશે. ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ પણ લઇ લો.

ઉમંગ એપ મારફતે ધોરણ 12ના પરિણામો કેવી રીતે ચેક કરવા

સ્ટેપ-1: 'ઉમંગ' એપ ડાઉનલોડ કરો.

સ્ટેપ -2: એપ ઓપન કરો અને શિક્ષણ વિભાગમાં જાઓ અને 'CBSE' પસંદ કરો.

સ્ટેપ-3: તમારું પરિણામ ડાઉનલોડ કરવા માટે જરૂરી ક્રેડેન્શિયલ દાખલ કરો.


Education Loan Information:

Calculate Education Loan EMI